Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Year Ender 2021: મુંબઈમાં એન્ટિલિયાથી માંડીને પોર્ન અને ડ્રગ્સ જેવી આ ઘટનાઓએ મચાવ્યો ખળભળાટ

Year Ender 2021: મુંબઈમાં એન્ટિલિયાથી માંડીને પોર્ન અને ડ્રગ્સ જેવી આ ઘટનાઓએ મચાવ્યો ખળભળાટ

21 December, 2021 01:20 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રગ કેસોથી લઈને ક્રૂર બળાત્કાર અને હત્યા સુધીની ઘટનાઓ સતત હેડલાઈન્સમાં રહી. 

 મુંબઈમાં આ ઘટનાઓએ મચાવી હલચલ

મુંબઈમાં આ ઘટનાઓએ મચાવી હલચલ


મહારાષ્ટ્ર રાજ્ય વર્ષ 2021માં કોરોના સિવાયના અન્ય મુદ્દાઓને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહ્યું છે, જેમાં ખાસ કરીને મુંબઈની ઘટનાઓ, જેણે આખા દેશમાં હલચલ મચાવી. મુંબઈ (Mumbai)માં કાર્યરત કાયદો અને વ્યવસ્થા તંત્ર માટે આ વર્ષ ખૂબ જ ઘટનાપૂર્ણ રહ્યું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રગ કેસોથી લઈને ક્રૂર બળાત્કાર અને હત્યા સુધીની ઘટનાઓ સતત હેડલાઈન્સમાં રહી. 

  • એન્ટિલિયા બોમ્બ કેસ


25 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન (એન્ટિલિયા) બહાર 20 નિઃશસ્ત્ર વિસ્ફોટક જિલેટીન લાકડીઓ ધરાવતી એક કાર મળી આવી હતી. વાહનની અંદરથી મુકેશ અને તેની પત્ની નીતા અંબાણીને સંબોધીને મળેલી એક નોંધમાં કહેવામાં આવ્યું હતું કે આ કૃત્ય માત્ર એક ટ્રેલર છે. આ સાથે વધુ હિંસા થવાની ધમકી આપી હતી.


બાદમાં આ કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. NIAના જણાવ્યા અનુસાર બરતરફ કરાયેલા પોલીસ સચિન વઝેએ એન્ટિલિયા બિલ્ડિંગ (ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન)ની બહાર વિસ્ફોટકોથી ભરેલું વાહન પાર્ક કર્યું હતું અને ત્યારપછી વાહનના માલિક હિરનને ત્યાં રહેતા લોકોના વર્ગમાં આતંક ફેલાવવાના ઈરાદાથી મારી નાખ્યો હતો. આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ ઘટનાની સાંકળ એટલી લાંબી થઈ કે પરમબીર સિંહને છૂટા કરવામાં આવ્યા અને તેમણે કરેલા આક્ષેપોને કારણે એક નવો મની લોન્ડરિંગનો કેસ ઉભો તો થયો, ઉપરાંત ગૃહપ્રધાન અનિલ દેશમુખે રાજીનામું પણ આપવું પડ્યું. 

  • આર્યન ખાન ડ્રગ્સ કેસ

NCB દ્વારા ગત મહિને ઓક્ટોબરમાં મુંબઈમાં એક ક્રુઝ શિપ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે દરમિયાન કથિત રીતે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આર્યને એક મહિનો જેલમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન પિતા શાહરુખ અને માતા ગૌરી ખાન પર જાણે આભ ફાટી પડ્યું એવી સ્થિતિ ઉભી થઈ હતી. આ કેસમાં આર્યનની સાથે સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિતના અન્ય કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.   

આર્યને જે સમયે જેલમાં હતો ત્યારે ગૌરી ખાન અને શાહરુખ તેની ચિંતામાં અડધાં થઈ ગયા હતાં. પિતા શાહરુખ ખાને આર્યન માટે 4 હજારનો મની ઓર્ડર મોકલ્યો હતો તો માતા ગૌરી ખાને માનતા રાખી દિકરાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. એમાંય જામીન માટે કરેલી અરજી પર `તારીખ પે તારીખ, તારીખ પે તારીખ` જેવા હાલ હતાં. જો કે બાદમાં આર્યન ખાનને જામીન મળી ગયા હતાં. દિલ્હી એનસીબીની ટીમ હાલમાં મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની તપાસ કરી રહી છે, જે આર્યનની ધરપકડ કર્યા બાદ રાજકીય તોફાનના ઘેરામાં છે.

  • રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કેસ

વર્ષ 2021ના જૂલાઈ મહિનાથી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર માઠી બેઠી હતી. લગભગ 19 જુલાઈના રોજ મોડી રાત્રે મુંબઈ પોલીસ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મ બનાવી તેને એપ્સ પર પબ્લિશ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની શરૂઆતમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું કોઈ પણ રિએક્શન સામે આવ્યું નહોતુ, જો કે બાદમાં આ અંગે અભિનેત્રીએ નિવેદન આપ્યુ હતું. આ દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા શિલ્પા શેટ્ટીના ઘર પર રેડ પાડવામાં આવી હતી. ત્યાર બાદ રાજ કુન્દ્રાની પોર્ન સંબંધિત ચેટ પણ વાયરલ થઈ હતી અને રાજે આ ધંધામાંથી લાખો રૂપિયાની કમાણી કરી હાવોનું પણ સામે આવ્યું હતું.  આ તમામ ગતિવિધિઓ વચ્ચે સપ્ટેમ્બરમાં રાજને જામીન આપવામાં આવ્યાં હતાં. આ કેસ બાદ શર્લિન ચોપરા અને ગહેના વશિષ્ઠ જેવી અભિનેત્રીઓનો પણ કેસ સાથે સંબંધ હોવાનુ સામે આવ્યું હતું. હાલમાં રાજ કુન્દ્રા જામીન પર બહાર છે અને કોર્ટમાં આ અંગે કેસ ચાલી રહ્યો છે.   

  • સાકીનાકા બળાત્કાર અને હત્યા

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રોડ કિનારે પાર્ક કરેલા સ્થિર ટેમ્પોની અંદર 34 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપી, 45 વર્ષીય વ્યક્તિએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખીને ક્રૂરતા કરી હતી. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. ઘટાના બાદ લોકોએ ખુબ રોષ વ્યક્ત કર્યો છે. કેટલાક લોકો દ્વારા આ ઘટનાની સરખામણી `નિર્ભયા` સાથે  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

  • મેઘરાજાનું તાંડવ

આ વર્ષે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં આકાશી સુનામી આવી હતી. ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર થયા હતા તો કેટલાક લોકો મોતને ભેટ્યા હતાં. રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન થવાને બદલે કોપાઈમાન થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મર્યાદિત સમયના આંકડા જણાવીએ તો ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં 164 લોકોના મોત થયા હતા, જ્યારે 100 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયા હતાં. પુરગ્રસ્ત જિલ્લામાં અંદાજીત 1700 કરોડનું નુકસાન થયું હતું. 

  • અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ

અનિલ દેશમુખ એવા કેટલાક લોકોમાંના એક હતા જેમણે એન્ટિલિયા બોમ્બના ભય પછીની ઘટનાઓમાં રાજીનામું આપવું પડ્યું હતું. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા ઓછામાં ઓછા રૂ. 100 કરોડની લાંચ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ તેમની સામે કેસ કર્યા પછી મની લોન્ડરિંગનો કેસ બહાર આવ્યો હતો.

પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવ્યા પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં સિંહે આરોપ મૂક્યો હતો કે દેશમુખે વઝને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી દર મહિને રૂ. 100 કરોડની ઉચાપત કરવાનું કહ્યું હતું. દેશમુખે કોઈપણ ગેરરીતિ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે,  બાદમાં નવેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી.

  • ડોમ્બિવલી ગેંગ રેપ

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં 15 વર્ષની બાળકી પર 9 મહિનાના સમયગાળામાં અનેક વખત બળાત્કાર કરવાના આરોપમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપી હતી કે ધરપકડ કરાયેલા 28 આરોપીઓમાંથી બે સગીર છે અને તેમને ભિવંડીમાં કિશોર સુધારણા કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. સગીરની ફરિયાદના આધારે, પોલીસે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 (બળાત્કાર), 376 (N), 376 (3), 376 (D) (A) અને બાળકોના રક્ષણ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2021 01:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK