° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


રેડ કાર્પેટ પથરાશે એસી ટ્રેન માટે

15 October, 2021 08:34 AM IST | Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન રેલવે વધુ ને વધુ લોકો એસી ટ્રેનમાં જ પ્રવાસ કરે એ માટે વિવિધ ઑફરો આપવાનું વિચારે છે

વેસ્ટર્ન રેલવેના જીએમના કહ્યા મુજબ એસી લોકલનું ભાડું અન્ય ટ્રાન્સપોર્ટની તુલનામાં સસ્તું જ છે (તસવીર : નિમેશ દવે)

વેસ્ટર્ન રેલવેના જીએમના કહ્યા મુજબ એસી લોકલનું ભાડું અન્ય ટ્રાન્સપોર્ટની તુલનામાં સસ્તું જ છે (તસવીર : નિમેશ દવે)

વેસ્ટર્ન રેલવેએ બુધવારે જણાવ્યા પ્રમાણે વધુ ને વધુ પ્રવાસીઓને એસી લોકલ ટ્રેનો તરફ આકર્ષવા માટે વિવિધ શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે.

એસી ઈએમયુ લોકલ ટ્રેનોના આંકડા ધીમી ગતિએ વધી રહ્યા છે આથી વર્તમાન મર્યાદાઓ સાથે તેમને આકર્ષક બનાવવા માટે રેલવેએ તમામ સંભવિત વિકલ્પો ઑફર કરવાનું નક્કી કર્યું છે. એવું જોવા મળ્યું છે કે ઘણા લોકો ટ્રેનમાં જવા ઇચ્છે છે, પણ પૂરતી સેવાઓ ન હોવાથી (પાસ લઈને) એમાં રોકાણ કરવા તૈયાર નથી. વેસ્ટર્ન રેલવે પર હાલ ૧૨ દૈનિક એસી ટ્રેનસેવાઓ છે.

પ્લૅટફૉર્મ પર રાહ જોઈ રહેલા પૅસેન્જરોને એસી ટ્રેનમાં બેસવાની છૂટ આપવી અને પછીથી ભાડાંનો તફાવત ચૂકવી દેવો વગેરે જેવાં વિવિધ સૂચનો મોજૂદ છે. અમે સંભવિતતા ચકાસીશું, એમ જનરલ મૅનેજર આલોક કન્સલે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ‘જો એસી લોકલનું ભાડું ચકાસવામાં આવે તો શહેરના જાહેર પરિવહનના અન્ય વિકલ્પોની સરખામણીમાં એ અમુક રીતે સસ્તું જ છે અને પ્રવાસીઓએ એ અપનાવવું જોઈએ.’

તાજેતરમાં જ વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સબર્બન નેટવર્કના લોકલ ટ્રેનના પ્રવાસીઓનો સર્વે હાથ ધરીને લોકલ ટ્રેનસેવાઓમાં શું પરિવર્તન લાવવું જોઈએ, એ અંગેનાં તેમનાં મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આલોક કન્સલે કહ્યું હતું કે સર્વેમાં ભાગ લેનારા સહભાગીઓએ ફર્સ્ટ, સેકન્ડ અને એસી કોચને આવરી લેતી સેમી-એસી ટ્રેનોને પ્રાથમિકતા આપવા સાથે એસી લોકલ ટ્રેનસેવા વધારવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

મંગળવારે રાત્રે એક ઐતિહાસિક પગલારૂપે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈના ઉચ્ચ અધિકારીઓ સાથેની અઢી કલાક લાંબી ચાલેલી બેઠક બાદ નિર્ણય લીધો હતો કે મુંબઈમાં હવે માત્ર ફુલ્લી ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેનો જ રહેશે અને એનાં ભાડાંનું માળખું મુંબઈ મેટ્રો (એમએમઆરડીએ) સ્ટાન્ડર્ડને અનુરૂપ હશે. લોકલ ટ્રેનોની ડિઝાઇન પણ બદલીને આંતરરાષ્ટ્રીય મેટ્રો ટ્રેન્સ જેવી કરાશે, જેનું ઉત્પાદન પરંપરાગત રેલ ફૅક્ટરીને બદલે ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવશે.

12

વેસ્ટર્ન રેલવેમાં હાલ આટલી દૈનિક એસી ટ્રેનસેવા છે

15 October, 2021 08:34 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દીકરીના લગ્નમાં સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

28 November, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK