હાલ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મુદ્દાના સંદર્ભમાં વિવાદે જોર પકડયું છે ત્યારે એક વીડિયોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે એમ કહી રહ્યા છે કે, "આપણે માત્ર બોલીને ખસી જવાનું"
ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde), નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે. જો કે, હાલ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મુદ્દાના સંદર્ભમાં વિવાદે જોર પકડયું છે ત્યારે સોમવારે મોડી રાત્રે આ બાબતે ચર્ચા થયા બાદ પ્રેસ કોન્ફરન્સની એક ક્ષણ પહેલા વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને કારણે ફરી મરાઠા આરક્ષણનો મુદ્દો ગંભીર બને એમ લાગી રહ્યું છે.
વીડિયોમાં સ્પષ્ટપણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને એમ કહેતા સાંભળી શકાય છે કે, "આપણે માત્ર બોલીને ખસી જવાનું" જ્યારે CM એકનાથ શિંદેએ આ રીતે ઉત્તર આપ્યો ત્યારે અજિત પવારે સામે વળતા જવાબમાં “હા, બરાબર." એમ કહ્યું હતું. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે બંનેને ‘માઈક ચાલુ છે’ એમ કહીને વાત કરતાં બંધ કરી દીધા હતા. ત્યારબાદ ત્રણેય નેતાઓ હસતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
જો કે, મહારાષ્ટ્રના આ ત્રણ નેતાઓના આવા વિવાદિત શબ્દોની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. સાથે તેમના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ ત્રણેય નેતાઓ મરાઠા આરક્ષણ મુદ્દાને લઈને ગંભીર નથી.
View this post on Instagram
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચેની વાતચીતને ટ્રોલ કરવા માટે નિશાન બનાવવામાં આવી છે. આ વાતચીતને ત્યારે ટ્રોલ કરવામાં આવી છે જ્યારે તેઓ પત્રકાર પરિષદ દરમિયાન મરાઠા આરક્ષણ મુદ્દે પોતાની વાત રજૂ કરવાના હતા.
ઉસ્માનાબાદના લોકસભા સભ્ય ઓમરાજે નિમ્બાલકર જેઓ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) સાથે જોડાયેલા છે. તેમણે મરાઠા આરક્ષણ મુદ્દે ત્રણ નેતાઓની દેખીતી અરુચિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દે કહ્યું હતું કે, જ્યારે લોકો શાંતિપૂર્ણ વિરોધમાં અને કોઈક મહત્વની માગને લઈને ભૂખ હડતાળ પર છે તેમ છતાં સરકાર તરફથી આપવામાં આવતો પ્રતિસાદ અપૂરતો જણાઈ રહ્યો છે.
તો આ વાયરલ વીડિયો અંગે આદિત્ય ઠાકરેએ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, "બોલીને છૂટું થઈ જવું અને જતા રહેવું!" - ગેરબંધારણીય મુખ્યમંત્રી. શું આ તેમની મરાઠા વિરોધીઓ પ્રત્યેની આ જ સંવેદનશીલતા છે? વાસ્તવમાં આ વિશ્વાસઘાત વલણ છે! છેલ્લા 1.5 વર્ષથી મહારાષ્ટ્ર આ દેશદ્રોહી ટોળકીની ભૂલો સાંભળતું આવ્યું છે. મરાઠા સમાજની વાત તો ખરી પણ શું દેશનો એક પણ નાગરિક આ મિંધે-ભાજપ સરકારમાં વિશ્વાસ કરશે?”