° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


પપ્પા વ્હાલનો દરિયો...ચરબી ઉતારી, દીકરો મેળવ્યો

23 November, 2022 09:42 AM IST | Mumbai
Suraj Pandey | suraj.pandey@mid-day.com

પપ્પાએ દીકરાને લિવર આપવા માટે બે મહિનામાં ૧૦ કિલો વજન ઘટાડ્યું: ઐરોલીમાં રહેતા બે વર્ષના બાળકની બીમારીને જોતાં લિવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરી હતું

યોગેશ વાજે અને દીકરો નિભિષ

યોગેશ વાજે અને દીકરો નિભિષ

વિક્રોલીના એક મિડલ ક્લાસ પરિવારને જ્યારે ખબર પડી કે તેમના બાળકને બચાવવા માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ છે ત્યારે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી અને પપ્પા યોગેશ વાજે પોતાના પુત્રને દાન આપવા તૈયાર હતા, પરંતુ તેમનું વજન વધુ હતું. જોકે પિતાએ બે મહિનામાં જ ૧૦ કિલો વજન ઘટાડ્યું હતું જેથી તેમના લિવરનો એક ભાગ દીકરાને દાન કરી શકે. ઑક્ટોબર મહિનામાં બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલ ફૉર ચિલ્ડ્રનમાં સફળતાપૂર્વક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

બે વર્ષનો નિભિષ જન્મ્યો ત્યારથી જ પ્રોગ્રેસિવ ફૅમિલિયલ ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ (પીએફઆઇસી-૨) સાથે થયો હતો. તેને જન્મ બાદ તરત કમળો થયો હતો. પીએફઆઇસી-૨માં ધીમે-ધીમે લિવર કામ કરતું બંધ થઈ જાય છે. તે બે વર્ષનો થયો ત્યારે પરિવારને કહેવામાં આવ્યું કે તેને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે.

યોગેશ વાજેએ કહ્યું હતું કે ‘ટેસ્ટ બાદ ખબર પડી કે હું દાન આપી શકું છું, પરંતુ મારું વજન વધારે હતું. મેં બે મહિનામાં દસ કિલો વજન ઘટાડ્યું હતું.’

વાડિયા હૉસ્પિટલના હેપેટોલૉજી વિભાગનાં વડાં ડૉ. ઇરા શાહે કહ્યું હતું કે ‘આ રોગમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરી છે. છેલ્લા એક વર્ષમાં નિભિશને ચાર વખત આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. હજી પણ તેને રજા આપવામાં આવી નથી.’

નિભિશની મમ્મી પણ લિવર આપવા તૈયાર હતી, પરંતુ તેને ડાયાબિટીઝ હતો. સર્જરી દરમ્યાન દાતા માટે સાત કલાક અને પ્રાપ્તકર્તા માટે આઠ કલાકનો સમય લાગ્યો હતો. હૉસ્પિટલમાં પહેલું જ ટ્રાન્સપ્લાન્ટ હોવાથી ઇંગ્લૅન્ડના ડૉ. ડેરિયસ મિર્ઝાની મદદ પણ લેવામાં આવી હતી.     

23 November, 2022 09:42 AM IST | Mumbai | Suraj Pandey

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK