° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


આગના બચાવકાર્ય માટે ડ્રોનનો ઉપયોગ કરવાની યોજના પર ફરી વળ્યું પાણી

23 May, 2022 08:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગની તેમ જ ડૂબવાની ઘટનાઓમાં બચાવ માટે ઇચ્છિત ડ્રોન મેળવવામાં નિષ્ફળ રહેતાં બચાવકાર્ય માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મુંબઈ ફાયર બ્રિગેડની યોજના પર પાણી ફરી વળ્યું છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : આગની તેમ જ ડૂબવાની ઘટનાઓમાં બચાવ માટે ઇચ્છિત ડ્રોન મેળવવામાં નિષ્ફળ રહેતાં બચાવકાર્ય માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મુંબઈ ફાયર બ્રિગેડની યોજના પર પાણી ફરી વળ્યું છે. 
ફાયર બ્રિગેડે સૌપ્રથમ ઑક્ટોબર ૨૦૨૧માં લોઅર પરેલમાં અવિઘ્ન પાર્કમાં બનેલી આગની ઘટનામાં અસરગ્રસ્તોની શોધ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઉપરના માળ સુધી પાણીનો પાઇપ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય. ફાયર ફાઇટિંગ ગિયર અને છ કિલો કરતાં વધુ વજનના ઑક્સિજનના સિલિન્ડર સાથે હાઇરાઇઝ બિલ્ડિંગોના માળ ચડવા ઘણા મુશ્કેલ છે એમ જણાવતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગે ત્યારે ડ્રોન ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. ઝૂંપડપટ્ટી ગીચ હોવાથી ફાયરમૅનને સામાન્ય રીતે સ્થળ પર પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવાં સ્થળોએ ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે.’ 
 ચીફ ફાયર ઑફિસર હેમંત પરબે કહ્યું હતું કે ‘અમે એક એવા ડ્રોનની શોધ કરી રહ્યા છીએ જે માત્ર આગની ઘટનામાં નહીં પરંતુ ડૂબતા લોકોને બચાવવાના ઉપયોગમાં પણ આવી શકે. આ ડિવાઇસ એવું હોવું જોઈએ જે ડૂબતા માણસને બચાવવા માટે ફ્લોટેશન ઉપકરણ (તરતા રહેવામાં મદદ કરે એવું સાધન) નાખી શકે. અમે હજી પણ આવા ઉપકરણની શોધ કરી રહ્યા છીએ.’ 

23 May, 2022 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બીજા પાંચ દિવસ મેઘરાજા કરશે તોફાની બૅટિંગ

વરસાદથી વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની સર્વિસ ખોરવાઈ

01 July, 2022 12:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

કાલબાદેવીના કાપડબજારથી ધમધમતા વિસ્તારમાં મકાનનો ભાગ તૂટી પડ્યો

જોકે એ ખાલી કરાવાયું હોવાથી અને એનું સમારકામ ચાલતું હોવાથી કોઈ જાનહાનિ નહીં

01 July, 2022 12:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રાજ્યનો વિકાસ થાય અને બધાને ન્યાય મ‍ળે એવાં કામ કરીશું : એકનાથ શિંદે

બહુમત સિદ્ધ કરવા શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર

01 July, 2022 12:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK