° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


અમિત શાહમાં હિંમત હોય તો મહિનામાં બીએમસીની ચૂંટણી લાવે : ઉદ્ધવ ઠાકરે

22 September, 2022 10:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દશેરાસભા પહેલાં શિવસેના-પ્રમુખે ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં કરી ગર્જના : ગદ્દારોને જનતા પાઠ ભણાવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આહ્વાન આપ્યું હતું કે ‘તમારા કોઈ પણ દાવપેચ મુંબઈમાં ચાલશે નહીં. હિન્દુ, ગુજરાતી, હિન્દીભાષીઓ અમારી સાથે છે એટલે બીએમસીની લડાઈમાં શિવસેનાને ખતમ કરવાનું શક્ય નથી. અમિત શાહ હિંમત હોય તો બીએમસીની ચૂંટણી એક મહિનામાં કરીને બતાવો. એટલું જ નહીં, પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ કરીને દેખાડો. આ લડાઈ કાયમ રહેશે.’

શિવસેનામાં બળવો થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પહેલી વખત જાહેરમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહને નિશાન બનાવીને કહ્યું હતું કે તેમનામાં હિંમત હોય તો તેઓ બીએમસીની ચૂંટણી એક મહિનામાં કરીને બતાવે. બાળાસાહેબ ઠાકરેની સેના તેમને ટક્કર આપશે. દશેરાસભામાં આ લડત વધુ તીવ્ર બનાવવા માટે શિવસૈનિકો તૈયાર છે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે અમે વિપરીત પરિસ્થિતિમાં પણ હજી હથિયાર હેઠાં નથી મૂક્યાં. આથી શિવસેનામાં સંઘર્ષની લડાઈ કાયમ રહેશે. મુંબઈમાં મરાઠી ઉપરાંત ઉત્તર ભારતીય અને ગુજરાતીઓ સહિત અન્ય મતદારો આજેય શિવસેના સાથે છે. આથી વિરોધીઓમાં હિંમત હોય તો ચૂંટણી જાહેર કરીને બતાવે.

ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત શિવસેનાની સભામાં મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર રહ્યા હોવાથી ઉદ્ધવ ઠાકરેએ તેમને આગામી તમામ પડકારનો સામનો હિંમતપૂર્વક કરવાનું આહ્વાન કર્યું હતું.

22 September, 2022 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

શિવસેના કોની?

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહન ધનુષબાણ કાયમ રાખવા અને મેળવવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી.

28 September, 2022 11:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

શિંદે જૂથમાં જોડાયા બાળાસાહેબના સૌથી વિશ્વાસુ સહાયક ચંપાસિંહ થાપા

ઠાકરે પરિવાર માટે આ સૌથી મોટો આઘાત

26 September, 2022 08:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પાકિસ્તાન ઝિંદાબાદ બાબતે ઉદ્ધવ ઠાકરે કેમ છે મૌન?

પોતાને હિન્દુત્વના રક્ષક ગણતા શિવસેના-પ્રમુખે આ વિશે કંઈ ન કહ્યું હોવા સામે બીજેપીએ કર્યો સવાલ

26 September, 2022 02:02 IST | Pune | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK