વધુ ત્રણ બાળકો ડૂબી ગયાં હોવાનું લોકોનું અનુમાન હોવાથી વસઈ-વિરાર ફાયર-બ્રિગેડ અન્ય બાળકોની શોધ કરી રહી હતી.
આ સ્થળે બાળકો ડૂબી ગયાં હતાં.
વસઈમાં ઊંડા ખાડાના પાણીમાં તરવા ગયેલાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ અકસ્માત ગઈ કાલે બપોરે બન્યો હતો. એમાં વધુ ત્રણ બાળકો ડૂબી ગયાં હોવાની શક્યતા હોવાથી ફાયર-બ્રિગેડ તેમને મોડે સુધી શોધી રહી હતી. વસઈ-ઈસ્ટમાં આવેલી ફાધરવાડીમાં વરસાદનું પાણી જમા થઈ ગયું હતું. વિરાર-અલીબાગ કૉરિડોર માટે માટી કાઢવામાં આવી ત્યારે આ ઊંડો ખાડો થયો હતો. ગઈ કાલે આ વિસ્તારનાં કેટલાંક બાળકો આ પાણીમાં તરવા ગયાં હતાં, પરંતુ કેટલાંક બાળકો ડૂબી ગયાં હોવાની માહિતી સ્થાનિક લોકોને મળી હતી. તેમણે ૧૧ વર્ષના અમિત શર્મા અને ૧૩ વર્ષના અભિષેક શર્માના મૃતદેહ બહાર કાઢ્યા હતા. વધુ ત્રણ બાળકો ડૂબી ગયાં હોવાનું લોકોનું અનુમાન હોવાથી વસઈ-વિરાર ફાયર-બ્રિગેડ અન્ય બાળકોની શોધ કરી રહી હતી.

