Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `મુંબઈ-પુણે એક્સપ્રેસવે`ની મુસાફરી થશે મોંઘી, ટોલમાં ઝીંકાયો આટલા ટકાનો વધારો

`મુંબઈ-પુણે એક્સપ્રેસવે`ની મુસાફરી થશે મોંઘી, ટોલમાં ઝીંકાયો આટલા ટકાનો વધારો

15 September, 2022 07:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

1 એપ્રિલ, 2023ના રોજ લાગુ થતા ટોલ દરો 2030 સુધી અમલમાં રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


`મુંબઈ-પુણે એક્સપ્રેસવે` (Mumbai-Pune Expressway)ની મુસાફરી વધુ ખર્ચાળ બનવા જઈ રહી છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલના દરો ટૂંક સમયમાં વધવાના છે. 1 એપ્રિલ, 2023થી એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારાઓએ 18 ટકા વધુ ટોલ ચૂકવવો પડશે. 2004માં, પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે મુંબઈ-પુણે એક્સપ્રેસવેના ટોલ દર ત્રણ વર્ષે 18 ટકા વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તે મુજબ 2023માં ટોલના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 1 એપ્રિલ 2020ના રોજ પણ આવો જ વધારો થયો હતો. જોકે, 1 એપ્રિલ, 2023ના રોજ લાગુ થતા ટોલ દરો 2030 સુધી અમલમાં રહેશે, એમ MSRDCએ જણાવ્યું હતું.

`મુંબઈ-પુણે એક્સપ્રેસવે` ટ્રાફિક જામ અને અકસ્માતો બંનેને કારણે સતત ચર્ચાનો વિષય છે. વહીવટીતંત્ર પર વારંવાર સવાલો ઊઠ્યા છે, પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી. આ વર્ષે ન્યૂનતમ ભાવમાં વર્તમાન દરથી 50 થી 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.



બે મહત્ત્વના શહેરોને જોડતો આ માર્ગ સરળ ગતિએ ચાલે છે, પરંતુ તેની સરખામણીમાં આ માર્ગ પર અકસ્માતોની સંખ્યા પણ મોટી જોવા મળે છે. આ રોડ પર અવારનવાર થતા અકસ્માતોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનો પરિવારો ગુમાવ્યો છે, પરંતુ હજુ પણ યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી.


તાજેતરમાં શિવસંગ્રામ પાર્ટીના નેતા વિનાયક મેટેનું `મુંબઈ-પુણે એક્સપ્રેસવે` પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ ફરી એકવાર પરિવહન વ્યવસ્થા અને સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો. અકસ્માતના કિસ્સામાં, ટ્રાફિક જામના કારણે આ રોડ પર એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થાય છે. આથી ઘણીવાર દર્દીઓની સમયસર સારવાર શક્ય હોતી નથી. તેથી મૃત્યુની સંભાવના વધી જાય છે.

1લી એપ્રિલ 2023થી 31મી માર્ચ 2030 સુધી પુણે-મુંબઈની મુસાફરી માટેના ટોલ દરો નીચે મુજબ હશે


વાહન વર્તમાન દર 1 એપ્રિલ, 2023થી લાગુ દર
ફોર વ્હીલર 270 320
ટેમ્પો 420 495
ટ્રક 580 685
બસ 797 940
ત્રણ એક્સેલ 1380 1630
એમ એક્સેલ 1835 2165

 

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2022 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK