Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાન સાથે મુલાકાત કરાવાના બહાને યુવતીની તસ્કરી

શાહરુખ ખાન સાથે મુલાકાત કરાવાના બહાને યુવતીની તસ્કરી

21 July, 2021 06:49 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહરુખ ખાન સાથે મુલાકાત કરવાના બહાને બંગાળની યુવતીની તસ્કરી કરવામાં આવતી હોવાની જાણ થતા પોલીસે દાદર સ્ટેશન પર આરોપીને ઝડપી પાડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પશ્ચિમ બંગાળની 17 વર્ષીય નિર્દોષ યુવતીને બૉલિવૂડના રાજા એટલે કે શાહરૂખ ખાન સાથે મુલાકાત કરવાાના બહાને ફોસલાવીને મુંબઈ લાવેલી ગેંગને દાદર જીઆરપીએ ઝડપી પાડી હતી અને યુવતીને તેના ચુંગલમાંથી બચાવી હતી. 

જીઆરપી પાસેથી મળતી માહિતી અનુસાર, યુવતીને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ મુંબઇ લાવવામાં આવી હતી. પીડિતાને કહેવામાં આવ્યું હતું કે તે શાહરૂખને બાંદ્રામાં તેના બંગલા પર મળશે, આરોપીએ આવું કહી યુવતીને જાળમાં ફસાવી હતી. પીડિતા, જે 12 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી, આરોપીએ તેને ઇવેન્ટ મેનેજર હોવાનું જણાવ્યું હતું અને વચન આપ્યું હતું કે તે શાહરૂખ ખાન તેની મુલાકાત કરાવશે. 



ઇવેન્ટ મેનેજર તરીકે ઓળખાતા શુભન શેખની પોલીસે મીરા રોડ પરથી ધરપકડ કરી હતી. પીડિતા કોલકાતાથી 150 કિમી દૂર પાલશીપરા નામના વિસ્તારની છે. મુંબઇ પહોંચ્યા પછી કોલકાતા પોલીસે પીડિતાને લઈ પરત કોલકાતા ફરી હતી અને સાથે આરોપીને પણ વધુ પૂછપરછ માટે કોલકાતા લઈ જવામાં આવ્યો હતો.


આરોપીએ યુવતીને ફેસબુક ઉપર લાલચ આપી હતી. તેણે કહ્યું હતું કે તે કોવિડથી  સંક્રમિત છું, તેથી તે તેમને લેવા નહી આવી શકે. આરોપીએ યુવતીને કહ્યું હતું કે તેના પિતાને લેવા મોકલે છે. જયાં યુવતી ભણતી હતી ત્યાંથી તેને કોલકાતા સ્ટેશન લઈ ગયો હતો. આ દરમિયાન યુવતીના સીમકાર્ડને તોડી ફેંકી દીધુ હતું. જેથી લોકેશન ટ્રેસ ના થઈ શકે. તો બીજી બાજુ જ્યારે યુવતી ઘરે ન આવતા પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.  

જ્યારે રેલ્વે સ્ટેશનના સીસીટીવી તપાસતા સામે આવ્યું હતુ કે આરોપીઓ છોકરી સાથે હાવડા મેલ પર સવાર જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં પોલીસે તેની વિગતો તમામ સ્ટેશનોના જીઆરપીને મોકલી આપી હતી.  જ્યારે આરોપી દાદર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે જીઆરપીએ ત્યાં પહોંચી તેની ધરપપકડ કરી લીધી હતી અને યુવતીને બચાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2021 06:49 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK