° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


ઍમેઝૉનના ડિલિવરી બૉય પાસેથી ગાંજો મળતાં વેપારી અસોસિએશને કરી પ્રતિબંધની માગણી

23 November, 2021 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અમે કેન્દ્ર સરકારને ઍમેઝૉન સહિતની મોટી ઈ-કૉમર્સ કંપનીઓના વ્યાપાર મોડલની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. એ સંદર્ભમાં શંકર ઠક્કરે કહ્યું હતું કે આનાથી ઈ-કૉમર્સ પોર્ટલ પરથી પ્રતિબંધિત વસ્તુઓ અથવા તો રાષ્ટ્રવિરોધી કોઈ વેચાણ કે સંચાલન ન થાય

એમેઝૉન (ફાઇલ તસવીર)

એમેઝૉન (ફાઇલ તસવીર)

ફરીથી એકવાર ઍમેઝૉનના ઈ-પોર્ટલથી વિશાખાપટ્ટનમમાં ગાંજાની હેરાફેરી કરતા બે લોકોની વિશાખાપટ્ટનમ પોલીસે ધરપકડ કર્યા બાદ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે (કૈટ) કેન્દ્ર સરકારને ઍમેઝૉનના ગેરકાયદે ચાલી રહેલાં વેચાણને ધ્યાનમાં રાખીને ભારતમાં ઍમેઝૉનના સંચાલનને નિલંબિત કરવાની માગણી કરી છે. એટલું જ નહીં કૈટે ઍમેઝૉનના અધિકારીઓની ધરપકડ કરીને તેમની સામે દેશદ્રોહનો મામલો દાખલ કરવાની માગ કરી છે. 
થોડા જ દિવસ પહેલાં મધ્ય પ્રદેશની ભીંડ ગામની પોલીસે ૨૦ કિલોગ્રામથી વધુ મારિજુઆના (ગાંજા) જપ્ત કરીને ઍમેઝૉનના બે ડિલિવરી બૉયની ધરપકડ કરી હતી. ત્યાર પછી પણ ફરીથી મધ્ય પ્રદેશના મહેગાંવ પોલીસ સ્ટેશને ઍમેઝૉનના ડિલિવરી બૉય પાસેથી ૧૭  કિલોગ્રામ ગાંજો જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ વિશાખાપટ્ટનમ પોલીસે ૨૦ નવેમ્બરના પણ એક ઑપરેશન હાથ ધરીને ઍમેઝૉન ઈ-પોર્ટલ પરથી વેચાયેલો ૪૮ કિલો ગાંજો જપ્ત કરીને ઍમેઝૉનના બે ડિલિવરી બૉયની ધરપકડ કરી હતી. આ ત્રણેય કેસમાં પોલીસે ધરપકડ કરાયેલા ડિલિવરી બૉય સામે એનડીપીએસ અધિનિયમ ૧૯૮૫ની ધારા ૩૮ હેઠળ ગુનો નોંધ્યો છે. 
આમ સતત થઈ રહેલા ઍમૅઝૉનના ગેરકાયદે કારોબારથી વર્ષોથી ઍમેઝૉન સામે લડી રહેલા કૈટના અધ્યક્ષ બી. સી. ભારતિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને ગૃહપ્રધાન અમિત શાહને આ મામલામાં સીધો હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો છે, એમ જણાવતા કૈટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૈટ તરફથી વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને પણ તત્કાલ ઈ-કૉમર્સના નિયમો, ઈ-કૉમર્સની નીતિ અને એફડીઆઈ નીતિમાં તાત્કાલિક બદલાવ લાવવાની અને પ્રેસનોટ જારી કરીને ભારતની ઈ-કૉમર્સ કંપનીઓના આચરણને નિયમિત કરવાનો આગ્રહ કર્યો છે.’
અમે કેન્દ્ર સરકારને ઍમેઝૉન સહિતની મોટી ઈ-કૉમર્સ કંપનીઓના વ્યાપાર મોડલની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. એ સંદર્ભમાં શંકર ઠક્કરે કહ્યું હતું કે આનાથી ઈ-કૉમર્સ પોર્ટલ પરથી પ્રતિબંધિત વસ્તુઓ અથવા તો રાષ્ટ્રવિરોધી કોઈ વેચાણ કે સંચાલન ન થાય એ સુનિશ્ચિત થશે તેમ જ પ્રતિબંધિત માલનાં વેચાણમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સંકળાયેલી બજાર સંસ્થાઓને જવાબદાર ઠેરવવી જોઈએ.’

23 November, 2021 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: હેં..! જોખમ વાળા દેશોમાંથી મહારાષ્ટ્ર આવેલા 6 યાત્રીઓ કોરોના પોઝિટિવ

કોરોનાથી સંક્રમિત 6 લોકોમાંથી ત્રણ લોકો મુંબઈના કલ્યાણ, ડોંબિવલી અને મીરા ભાયંદર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

01 December, 2021 12:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મહિનાના બાળક સહિત ચાર જણ દાઝી ગયા

સવારે ૭ વાગ્યે ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું ત્યારે બધા સૂતા હતા એટલે આગથી બચવા માટે તેઓ ઝડપથી ઘરની બહાર દોડી ન શકતાં સખત દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

01 December, 2021 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ કર્યુ જાહેર

હવામાન વિભાગે મુંબઈ શહેરમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

01 December, 2021 11:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK