એક કરોડ કરતાં વધુ મોબાઇલધારકોએ નવા ટેલિકૉમ ઑપરેટરો શોધવા પડશે
ADVERTISEMENT
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ ર્કોટે 2G સ્પેક્ટ્રમ ઍલોકેશન કેસમાં ટેલિનોર, વિડિયોકોન તથા તાતા ટેલિસર્વિસિસ સહિત કુલ નવ કંપનીનાં લાઇસન્સ રદ કયાર઼્ હતાં. થોડા સમય પહેલાં થયેલી હરાજીમાં આ કંપનીઓ અમુક જ પરમિટ પાછી મેળવવામાં સફળ થઈ હતી. ટેલિનોરને છ સર્કલનાં લાઇસન્સ મળ્યાં હતાં; પરંતુ મુંબઈ, કલકત્તા તથા પિમબંગનાં લાઇસન્સ મળ્યાં નહોતાં જ્યાં એના ૭૫ લાખ ગ્રાહકો હતા. વિડિયોકોન ૧૧ સર્કલમાં પોતાનાં ઑપરેશન બંધ કરશે. એની પાસે કુલ ૧૭ લાખ ગ્રાહકો છે. તાતા ટેલિસર્વિસિસે ખોટ કરતાં આસામ, નૉર્થ-ઈસ્ટ તથા જમ્મુ-કાશ્મીર માટે ફરીથી લાઇસન્સ મેળવવાનો પ્રયત્ન કર્યો નહોતો. એની પાસે ત્રણ લાખ ગ્રાહકો છે.
2G = સેકન્ડ જનરેશન ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ