Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડૉગના વસ્તી વિસ્ફોટ પર આવશે નિયંત્રણ

ડૉગના વસ્તી વિસ્ફોટ પર આવશે નિયંત્રણ

18 January, 2022 12:31 PM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

કોર્ટે સ્ટે મૂકવાને કારણે થાણેમાં છેલ્લાં અઢી-ત્રણ વર્ષથી ડૉગનું સ્ટરિલાઇઝેશન અટકી પડ્યું હતું એ દસથી પંદર દિવસમાં ફરી શરૂ થશે એને કારણે એમની સંખ્યા કાબૂમાં આવશે

થાણેના સાવરકરનગરમાં આ ડૉગે ગયા મહિને એક જ દિવસમાં ૩૪ જણને બચકાં ભર્યાં હતાં

થાણેના સાવરકરનગરમાં આ ડૉગે ગયા મહિને એક જ દિવસમાં ૩૪ જણને બચકાં ભર્યાં હતાં


થાણેમાં કોર્ટે સ્ટે મૂકવાને કારણે છેલ્લાં અઢી-ત્રણ વર્ષથી ડૉગનું સ્ટરિલાઇઝેશન અટકી પડ્યું હતું જેના કારણે ડૉગનો વસ્તી વિસ્ફોટ થયો છે. જોકે હવે કોર્ટે એ માટે મંજૂરી આપતાં એનું નિરાકારણ આવ્યું છે. દસથી પંદર દિવસમાં એનો વર્ક-ઑર્ડર અપાઈ જશે અને ર ફર ફર ફરી એક વાર સ્ટરિલાઇઝેશનનો પ્રોગ્રામ હાથ ધરાશે. ડૉગના વસ્તી વિસ્ફોટને કારણે થાણેકરોને પારાવાર હાલાકી ભોગવવી પડી છે. એમાં ડૉગના કરડવાના અગણિત કિસ્સા તો છે જ, પણ રાતના સમયે ડૉગની અલગ-અલગ ગૅન્ગ વચ્ચે થતા શેરીયુદ્ધને કારણે એમના દ્વારા જે મારામારી થાય છે અને જોર-જોરથી ભસવામાં આવે છે એને કારણે અનેક લોકોની ઊંઘ હરામ થઈ જાય છે. એટલું જ નહીં, સિનિયર સિટિઝનો અને બીમાર લોકોની હાલત ખરાબ થઈ જાય છે. રાતના સમયે ભણતા વિદ્યાર્થીઓ પણ એને કારણે કૉન્સન્ટ્રેટ નથી કરી શકતા.
 થાણે મહાનગરપાલિકાના સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન સંજય ભોઈરે  આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગના સ્ટરિલાઇઝેશનને રોકવા મેનકા ગાંધીએ કોર્ટમાં અપીલ કરી હતી જેના કારણે એ કામ અટકી ગયું હતું. હવે કોર્ટે એ માટે મંજૂરી આપતાં એ કામ રેગ્યુલરાઇઝ થયું છે. સ્ટૅન્ડિંગ કમિટી, મહાસભામાં પણ એ માટેનો પ્રસ્તાવ પાસ થયો છે. ટેન્ડર પણ પાસ થઈ ગયું છે. હવે દસથી પંદર દિવસમાં એનો વર્ક-ઑર્ડર કાઢવામાં આવશે.’  આ ઉપરાંત ૨૦૧૮માં જે એનજીઓને સ્ટરિલાઇઝેશનનું કામ સોંપવામાં આવ્યું હતું એનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો છે અને ત્યાર બાદ પૈસાના અભાવે એ રિન્યુ કરાયો નથી. હવે એ માટે ૧.૪૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ટીએમસીમાં ૨૦૦૪થી સ્ટરિલાઇઝેશનનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે અને એ અંતર્ગત આઠ કરોડ રૂપિયાના ખર્ચે ૫૮,૫૩૭ ડૉગનું સ્ટરિલાઇઝેશન કરવામાં આવ્યું છે. થાણેમાં માત્ર માર્ચથી લઈને નવેમ્બર ૨૦૨૧ દરમિયાન ૧૧,૩૬૪ લોકોને ડૉગ કરડવાના કિસ્સા નોંધાયા છે. વાગલે એસ્ટેટમાં તો થોડા દિવસ પહેલાં એક ડૉગે એક જ દિવસમાં ૩૪ જણને બચકાં ભર્યાં હોવાની ઘટના બની હતી. 
થાણેના એક પ્રાણીપ્રેમીએ કહ્યું હતું કે ‘પ્રાઇવેટમાં સ્ટરિલાઇઝેશન કરવું એ મોંઘું કામ છે. ડૉગની નસબંધીનું ઓપરેશન કર્યા બાદ એને એ જગ્યાએ રૂઝ આવે એ માટે આઠ દિવસ હૉસ્પિટલમાં જ દેખરેખ હેઠળ રાખવો પડે છે. એને લાવવા-લઈ જવાનો ખર્ચ, દવા, ખોરાક એ બધું મળીને અંદાજે ૧૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ એક ડૉગને સ્ટરિલાઇઝ કરવામાં ખર્ચાઈ જતી હોય છે.’ 
ટીએમસીનું શું કહેવું છે 
આ બાબતે જ્યારે થાણે મહાનગરપાલિકાના પશુ વૈદ્યકીય વિભાગના વડા ડૉ. ક્ષમા શિરોડકરનો  સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘હા, એ વાત સાચી છે કે ઑક્ટોબર ૨૦૧૮થી સ્ટરિલાઇઝેશન કરનાર કંપનીનો કૉન્ટ્રાક્ટ રીન્યુ ન કરાયો હોવાથી એ અટકી પડ્યું હતું. એ પછી વચ્ચે કોવિડના કારણે પણ એ લંબાઈ ગયું હતું. હવે એનું ટેન્ડર પાસ થઇ ગયું છે અને વર્ક ઑર્ડર પણ નીકળી ગયો છે. ટૂંક સમયમાં સ્ટરિલાઇઝેશનનું કામ ફરી ચાલુ થઇ જશે. જોકે આ સમય દરમિયાન પણ પ્રાણીઓનું વૅક્સિનેશન ચાલુ જ હતું.’  

મીરા-ભાઈંદરમાં ચાર વર્ષમાં થયું ૧૦,૦૦૦ ડૉગનું સ્ટરિલાઇઝેશન



મીરા-ભાઈંદર મહાનગરપાલિકા (એમબીએમસી)એ એના ઉત્તનમાં આવેલા શિરે ગાવઠણના ક્લિનિકમાં છેલ્લાં ચાર વર્ષમાં ૧૦,૦૦૦ ડૉગનું સ્ટરિલાઇઝેશન કર્યું છે. ૨૦૨૧ના એક જ વર્ષમાં એમબીએમસીની હદમાં ડૉગ કરડવાના ૧,૭૧૫ કિસ્સા બન્યા છે. એક અંદાજ મુજબ હાલમાં મીરા-ભાઈંદરમાં એક લાખ સ્ટ્રે ડૉગ છે. એમબીએમસીનું કહેવું છે કે ૨૦૦૪થી શરૂ કરાયેલા ઍનિમલ બર્થ કન્ટ્રોલ પ્રોગ્રામ હેઠળ એમાંના ૬૦ ટકા ડૉગનું સ્ટરિલાઇઝેશન કરાયું છે. હૈદરાબાદની એક કંપનીને એમબીએમસીએ ઑક્ટોબર ૨૦૨૦થી સ્ટ્રે ડૉગને પકડીને એમનું સ્ટરિલાઇઝેશન કરવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે. એ અંતર્ગત એમને પકડવા, એમનું સ્ટરિલાઇઝેશન કરવું, ઍન્ટિ-રૅબીઝ વૅક્સિન આપવી, ડૉગને ઑપરેટ કર્યા પછી સારવાર હેઠળ રાખવો અને એ પછી એને ફરી છોડી મૂકવો આ બધી જ બાબતોને આવરી લેવાઈ છે.  


મુંબઈમાં વર્ષે ૮૫,૦૦૦ લોકોને અપાય છે રૅબીઝ વૅક્સિન

મુંબઈ વિશે માહિતી આપતાં સુધરાઈના વેટરિનરી હેલ્થ ડિપાર્ટમેન્ટના જનરલ મૅનેજર ડૉ. કે. એ. પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મુંબઈમાં ઍવરેજ ૮૫,૦૦૦ લોકોને ડૉગ કરડવાની રૅબીઝ વૅક્સિન અપાય છે. જેને ડૉગ કરડ્યો હોય તેને જ એ વૅક્સિન આપવામાં આવે છે. જેટલી વેકિસન અપાય એટલા ડૉગ બાઇટ થયા એવી જનરલ ગણતરી કરાય છે. જોકે હકીકતમાં એક જ વ્યક્તિને એક કરતાં વધુ બે કે ત્રણ ડોઝ પણ આપવામાં આવતા હોય છે. એથી ઍવરેજ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકોને એક વર્ષમાં ડૉગ કરડતા હોય છે એમ કહી શકાય. અમારી પાસે ડૉગ પકડવાની વૅન હતી, પણ સ્ક્રૅપ પૉલિસીને કારણે જૂની વૅન કાઢી નખાઈ છે અને એક કરોડના ખર્ચે ચાર નવી વૅન લેવાનો પ્રસ્તાવ મુકાયો છે.’ 
હાલમાં એક એનજીઓ યુથ ઑર્ગેનાઇઝેશન ઇન ડિફેન્સ ઑફ ઍનિમલ્સએ બીએમસીને રખડતા ડૉગને પકડવાની નવી વૅન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 
૨૦૧૪માં બીએમસી દ્વારા કરાયેલી ડૉગની ગણતરી અનુસાર મુંબઈમાં એ વખતે ૯૫,૧૭૪ ડૉગ હતા જેમાંથી ૨૫,૯૩૫ ડૉગનું સ્ટરિલાઇઝેશન કરાયું નહોતું. જેમનું સ્ટરિલાઇઝેશન નથી કરાયું એવા ડૉગ એક વર્ષમાં અંદાજે ચાર ગલૂડિયાંને જન્મ આપતા હોય છે. એ જોતાં હાલ મુંબઈમાં સ્ટ્રે ડૉગની વસ્તી ૨.૯૬ લાખ હોવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2022 12:31 PM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK