Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોરોએ દેરાસરમાં ચોરી કર્યા પછી ખુશીમાં દારૂની પાર્ટી કરી

ચોરોએ દેરાસરમાં ચોરી કર્યા પછી ખુશીમાં દારૂની પાર્ટી કરી

01 August, 2021 10:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈંદરમાં દેરાસરની દાનપેટીની રકમ ચોરી જનાર વૉચમૅનને તેના બે સાગરીતો સાથે ઝડપી લેવાયો

ભાઈંદર પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજના આધારે આરોપી વૉચમૅન નરેશને ઝડપી લીધો હતો (ડાબે) શટર ઊંચું કરવા અને તાળું તોડવા લાંબા સ્ક્રૂ-ડ્રાઇવર અને લોખંડના સળિયાનો ઉપયોગ કરાયો હતો. પોલીસે બન્ને હથિયાર જપ્ત કર્યાં છે

ભાઈંદર પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજના આધારે આરોપી વૉચમૅન નરેશને ઝડપી લીધો હતો (ડાબે) શટર ઊંચું કરવા અને તાળું તોડવા લાંબા સ્ક્રૂ-ડ્રાઇવર અને લોખંડના સળિયાનો ઉપયોગ કરાયો હતો. પોલીસે બન્ને હથિયાર જપ્ત કર્યાં છે


ભાઈંદર (વેસ્ટ)ના બાવન જિનાલય સામે આવેલા ૧૦૦૮ આદિનાથ દિગંબર જૈન ચૈત્યાલય દેરાસરમાંથી ગયા શનિવારે રાતે દાનપેટીની રકમ ચોરાઈ હતી. જોકે એ સંદર્ભે દેરાસર તરફથી કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નહોતી. જોકે એ જ રાતે એ જ વિસ્તારની એક દુકાનનું શટર ઊંચું કરીને એમાંથી પણ ચોરી કરાઈ હતી. એની તપાસ કરતાં જૈન દેરાસરમાં પણ એ જ લોકોએ ચોરી કરી હોવાનું બહાર આવતાં ભાઈંદર પોલીસે તપાસ કરીને એ જ વિસ્તારમાં વૉચમૅનનું કામ કરતા નરેશ નેઉપનુ સહિત તેના બે સાગરીતને ઝડપી લીધા છે.

ભાઈંદર (વેસ્ટ)ના દેવચંદનગરમાં દોશી ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે, જે મેન્થોડેક્સ બામ વેચે છે. એ દુકાનનું શટર ઊંચું કરીને ૬૫,૦૦૦ રૂપિયાની ચોરી કરાઈ હતી. જોકે એ જ રાતે દેરાસરમાં પણ દાનપેટીમાંથી ચોરી કરાઈ હતી. આ કેસ વિશે વધુ માહિતી આપતા ભાઈંદર પોલીસ સ્ટેશનના આ કેસના તપાસ અધિકારી પીએસઆઇ કે. એ. કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘શનિવારે રાતે ચોરી થઈ હતી અને અમને રવિવારે સવારે જ આ સંદર્ભે જાણ કરાઈ હતી. એથી અમે તરત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ત્યાર બાદ તપાસનાં ચક્રો ચાલુ કર્યાં હતાં. દોશી ટ્રેડર્સમાં લોખંડનો જાડો સળિયો (કટાવણી) નાખી શટર ઊંચું કરીને એમાં પ્રવેશ કરાયો હતો, જ્યારે દેરાસરમાં પાછળના દરવાજેથી ચોરોએ એન્ટ્રી લીધી હતી. તેઓ ત્યાં લાગેલું તાળું તોડી દાનપેટીમાંની રકમ ચોરી ગયા હતા. અમે દેરાસરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોયાં હતાં. એમાં એક વ્યક્તિના પગ દેખાતા હતા.’



પીએસઆઇ કે. એ. કદમે વધુમાં કહ્યું હતું કે ‘અમે જ્યારે દોશી ટ્રેડર્સની આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ ચકાસ્યાં તો એમાં વૉચમૅન નરેશ ત્યાં આંટા મારતો દેખાઈ આવ્યો હતો. એથી અમે તેને તાબામાં લીધો હતો અને તપાસ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તેણે કહ્યું હતું કે તેણે તેના બે સાગરીતો સાથે મળી બન્ને ચોરી કરી હતી. દાનપેટીમાં ૧૦,૪૦૦ રૂપિયા હતા. એ પછી એ રકમમાંથી અમે દારૂ-પાર્ટી કરી જમ્યા. પોલીસે તેમની પાસે બચેલી રકમ ૫૨૨૪ રૂપિયા કરી છે, જ્યારે દોશી ટ્રેડર્સની રકમ પાછી મેળવવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK