° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ગુરુવાર સુધી રહેશે કમોસમી વરસાદ

23 November, 2021 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારથી આકાશ ક્લિયર થઈ જશે અને ગરમીમાંથી પણ રાહત મળશે

ગુરુવાર સુધી રહેશે કમોસમી વરસાદ

ગુરુવાર સુધી રહેશે કમોસમી વરસાદ

સત્તાવાર રીતે ચોમાસાની ક્યારનીય વિદાય થઈ ગઈ હોવા છતાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રની ઉપર હવાનું હળવું દબાણ સર્જાતાં ગુરુવાર સુધી વરસાદ પડી શકે છે. અત્યારે લગ્નની જબરદસ્ત સીઝન ચાલી રહી છે ત્યારે વરસાદ વિલન બન્યો છે. જોકે શુક્રવારથી મોસમમાં ફેરફાર થયા બાદ લોકોને વરસાદથી રાહત મળી શકશે.
ભારતીય વેધશાળાની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી મુંબઈ, થાણે, પાલઘર, પુણે અને નાશિકમાં પડી રહેલો કમોસમી વરસાદ ગુરુવાર સુધી ચાલુ રહેશે. જોકે આવતી કાલ એટલે કે બુધવારથી વરસાદની તીવ્રતા ઓછી થયા બાદ શુક્રવારથી આકાશ વાદળરહિત થઈ જશે. આથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ગરમીથી રાહત અનુભવાશે.
હવામાન ખાતાની માહિતી મુજબ અરબી સમુદ્રની ઉપર હવાના નિર્માણ થયેલા હળવા દબાણને લીધે ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાં છેલ્લા બે દિવસથી મોટે ભાગે સાંજે કેટલાક સ્થળે મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. આવા વાતાવરણને લીધે મુંબઈમાં દિવસે ભારે ગરમી અને જ્યાં વરસાદ પડે છે ત્યાં ગરમીથી થોડી રાહત અનુભવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે નવેમ્બર મહિનામાં છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ હતી. આ દિવસે સવારના સમયે સામાન્ય કરતાં ૬ ડિગ્રી વધુ એટલે કે ૨૭ ડિગ્રી સેલ્સિયસ મિનિમમ તાપમાન નોંધાયું હતું. આવી જ રીતે એ દિવસે વધુમાં ૩૪.૫ ડિગ્રી પારો નોંધાયો હતો, જે પણ સામાન્ય કરતાં વધુ હતો.

23 November, 2021 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK