Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભુશી ડૅમ પહોંચી ગયેલા ટૂરિસ્ટોને પોલીસે ભગાવ્યા

ભુશી ડૅમ પહોંચી ગયેલા ટૂરિસ્ટોને પોલીસે ભગાવ્યા

20 June, 2021 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લોકો જંગલના રસ્તે આવતા હોય છે. અમારી ટીમે ગઈ કાલે સવારે આ બધા લોકોને પાછા મોકલ્યા હતા. ગઈ કાલે પણ મુંબઈથી આવેલી સેંકડો કારને અમે પાછી વાળી હતી.’

લોનાવલા પોલીસે ભુશી ડૅમ પરથી લોકોને કાઢ્યા પછી ખાલીખમ દેખાતો ડૅમ.

લોનાવલા પોલીસે ભુશી ડૅમ પરથી લોકોને કાઢ્યા પછી ખાલીખમ દેખાતો ડૅમ.


ચોમાસા દરમ્યાન વીક-એન્ડમાં મુંબઈગરાઓ મોટી સંખ્યામાં લોનાવલા પહોંચી જતા હોવાથી ગઈ કાલે વહેલી સવારથી જ લોનાવલા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તેમણે ભુશી ડૅમ જવાના રસ્તે નાકાબંધી કરી દીધી હતી. આમ પણ ભુશી ડૅમ છલકાયો હોવાથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવી પહોંચશે અને કોરોનાના નિયમોનો ભંગ થશે એ દહેશત વચ્ચે ગઈ કાલે સવારે આઠ વાગ્યે જ પોલીસ ભુશી ડૅમ પર પહોંચી ગઈ હતી અને એ સમયે પણ ત્યાં એન્જૉય કરવા પહોંચી ગયેલા સોએક જણને બહાર કાઢવામાં આવ્યા હતા.
લોનાવલા પોલીસે કહ્યું હતું કે ‘અનેક યુવાનો ટ્રેકિંગ કરીને સવારે ભુશી ડૅમ પહોંચી જતા હોય છે. આ લોકો જંગલના રસ્તે આવતા હોય છે. અમારી ટીમે ગઈ કાલે સવારે આ બધા લોકોને પાછા મોકલ્યા હતા. ગઈ કાલે પણ મુંબઈથી આવેલી સેંકડો કારને અમે પાછી વાળી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2021 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK