અનંત અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યાં છે.
લાઇફમસાલા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, ટાઇગર બ્રોચ
અનંત અંબાણીએ સંગીતમાં જે ટાઇગર બ્રોચ પહેર્યું હતું એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનંત અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યાં છે. તેમનાં લગ્ન ૧૨ જુલાઈએ છે. એ પહેલાં ઘણી રીતરસમ કરવામાં આવી રહી છે. અનંત ઍનિમલ-લવર છે. પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે જ તેણે તેનો ડ્રીમ પ્રોજેક્ટ વનતારા શરૂ કર્યો છે. અનંતે જે બ્રોચ પહેર્યું છે એ તેનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દેખાડે છે. તેના ગોલ્ડન જૅકેટ પર રુબી અને ડાયમન્ડનું ટાઇગર બ્રોચ જોવા મળ્યું હતું. આ બ્રોચની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ છે. જોકે અનંત અને રાધિકાના માર્ચમાં જ્યારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ત્યારે પણ અનંતનું બ્રોચ ચર્ચામાં હતું. એ સમયે તેણે લાયનનું બ્રોચ પહેર્યું હતું.
અંબાણી ફૅમિલી સાથે સંગીતનો ફોટો શૅર કર્યા જસ્ટિન બીબરે
ADVERTISEMENT
કૅનેડિયન સિંગર જસ્ટિન બીબરે હાલમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના સંગીતના ફોટો અને વિડિયો શૅર કર્યા છે. આ સંગીતમાં જસ્ટિને પર્ફોર્મ કર્યું હતું. એ માટે તેને અંદાજે ૮૩ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ સંગીતના કેટલાક ફોટો જસ્ટિને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટોમાં તે અંબાણી પરિવાર સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે.
નીતા અંબાણીએ પહેરી ઈશા અંબાણીની રિંગ
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના સંગીતમાં નીતા અંબાણીએ હાથમાં ડાયમન્ડની હાર્ટ શેપની જે રિંગ પહેરી હતી એ ઈશા અંબાણીની છે. નીતા અંબાણીએ રાની પિન્ક લેહંગા-ચોલી પહેર્યાં હતાં. એની સાથે તેમની જ્વેલરી ભારે આકર્ષક લાગતી હતી. જોકે નેકલેસ અને ઇઅર-રિંગની સાથે રિંગ ચર્ચાનો વિષય બની હતી. નીતા અંબાણીએ જે રિંગ પહેરી છે એ સૌથી પહેલાં ઈશાએ પહેરી હતી. ૨૦૨૩માં મનીષ મલ્હોત્રાની દિવાળીની પાર્ટીમાં ઈશાએ આ રિંગ પહેરી હતી. નીતા અંબાણીની જ્વેલરી કાંતિલાલ છોટાલાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.