° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


કોરોનામાં શરૂ કરાયેલી ટિફિન સર્વિસ આ મહિલાઓ માટે બની ગયો પ્રોફિટેબલ બિઝનેસ

25 November, 2021 09:05 PM IST | mumbai | Nirali Kalani

કોરોનામાં શરૂ કરાયેલી ટિફિન સર્વિસ આજે બની ગયો છે આ મહિલાઓ માટે પ્રોફેટિબલ બિઝનેસ, જેમાંથી તે હજારોની કમાણી કરી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીની આમ તો માઠી અસર જ થઈ છે, પરંતુ બીજી બાજુ જોઈએ તો કોરોનાકાળ દરમિયાન શરૂ કરાયેલા નાના ગૃહઉદ્યોગ કેટલીક મહિલાઓ માટે મોટી આવકનું માધ્યમ બની ગયા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલીક એવી મહિલાઓ સાથે વાત કરી હતી, જેમણે કોરોના કાળ દરમિયાન ટિફિન સર્વિસ શરૂ કરી હોય અને હવે તે એક ગૃહઉદ્યોગ તરીકે ઉભરી આવ્યો હોય. આવી  અનેક મહિલાઓ છે જે હાલમાં ટિફિન સર્વિસમાંથી બમણી આવક મેળવી રહી છે.

                                                       કાંદિવલીમાં ટિફિન સર્વિસ આપતાં પ્રીતિ બેન

આ સંદર્ભે મિડ-ડે ડૉટ કૉમે મુંબઈના કાંદિવલીમાં રહેતા પ્રીતિ તન્ના સાથે વાત કરી હતી, જેમણે કોરોના કાળ દરમિયાન માનવતા દર્શાવી ટિફિન સેવા શરૂ કરી હતી, જે આજે તેમના માટે એક બિઝનેસ બની ગયો છે. તેમણે કહ્યું કે, `કોરોનામાં લોકાડાઉન દરમિયાન સિક્યોરિટી ગાર્ડસને જમવાનું મળવું મુશ્કેલ હતું. તેથી મેં વ્યક્તિગત રીતે તે લોકોને ટિફિન આપવાનું નક્કી કર્યુ હતુ. આ ઉપરાંત મારી સોસાયટીમાં ઘણા બધાં વૃદ્ધ દંપતીઓ રહે છે જેમને ત્યાં પણ કુક આવતી ન હોવાથી રસોઈનો પ્રોબ્લમ થતો હતો. ત્યાર બાદ તે લોકો માટે પણ મેં ટિફિન સર્વિસ શરૂ કરી હતી.`  હવે પ્રીતિ બેન વિવિધ પ્રકારના નાસ્તા અને અથાણાં સહિત ફુલ થાળીના ઓર્ડર મેળવી ગ્રાહકોને તેમના ટેસ્ટ અનુસાર ફુડ પુરૂ પાડે છે.

ટિફિન સર્વિસ અંગે વધુમાં જણાવતાં પ્રીતિ તન્નાએ કહ્યું કે,` કોરોના કાળમાં લોકોને ટિફિન આપી બે-ચાર રૂપિયા કમાવવાનો આશય આજે મારા માટે એક બિઝનેસ બની ગયો છે.` શરૂઆતમાં પ્રીતી બેન એકલા જ ટિફિન બનાવતાં હતાં અને ગ્રાહકો સુધી પહોંચાડતા હતાં. પરંતુ ધીમે ધીમે તેમનો બિઝનેસ વધતાં તેમણે એક હેલ્પર રાખી છે. આ સાથે જ હાલમાં તેમનો ટિફિન સર્વિસનો બિઝનેસ ધમધોકાર ચાલી રહ્યો છે. પ્રીતિ બેન દર મહિને ટિફિન સર્વિસમાંથી હજારો રૂપિયાની કમાણી કરે છે. આ સાથે જ બે-ત્રણ મહિલાને કામ પર રાખી તેમને પણ રોજગારી આપે છે. 

કોરોના કાળ દરમિયાન આવી ઘણી મહિલાઓએ માત્ર નાનાકડી ટિફિન સેવા શરૂ કરી હતી, જે આજે તેમનો બિઝનેસ બની ગયો છે. અન્ય એક મહિલા સાથે પણ મિડ-ડે ડૉટ કૉમે વાત કરી હતી. જો કે તે મહિલા પહેલેથી જ ટિફિન સેવા આપતી હતી, પરંતુ કોરોના કાળ દરમિયાન તેમણે ટિફિન સર્વિસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. તે મહિલા સિંધી ફુડ બનાવે છે. વિવિધ પ્રકારના ઓડર્ર મેળવી ગ્રાહકોને ટેસ્ટી ફુડ પુરૂ પાડે છે. આજે તે ટિફિન સર્વિસમાંથી સારી કમાણી કરે છે. 

અહીં નોંધવું રહ્યું કે કોરોના કાળ દરમિયાન ઘણી મહિલાઓ  માસ્ક બનાવીને તેમાંથી પણ આવક મેળવતી હતી. એ વાતને પણ નકારી શકાય નહીં મોટા ભાગના લોકોના બિઝનેસ કોરોનાને કારણે ઠપ્પ થઈ ગયા છે. ઘણાં લોકો હજી પણ બેરોજગાર છે, તેમની પાસે આવક માટે કોઈ પણ સ્ત્રોત નથી. પરંતુ બીજી બાજુ આવા પણ ઉદાહરણ છે જેમણે કોરોનામાં આવકનો સ્ત્રોત મળ્યું છે હવે તેમાંથી સારી કમાણી કરી રહ્યાં છે.   

 

25 November, 2021 09:05 PM IST | mumbai | Nirali Kalani

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દીકરીના લગ્નમાં સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

28 November, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK