° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બૉયફ્રેન્ડ સાથે દારૂની પાર્ટી કરવા ટીનેજરે ઘરમાંથી જ ૧૨ લાખના દાગીના ચોર્યા

26 November, 2021 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીએ ઉલવે વિસ્તારમાં ત્રણ જ્વેલર પાસે દાગીના વેચ્યા હતા જે અમે તેમની પાસેથી હસ્તગત કર્યા છે. વધુ તપાસ હાથ કરી રહ્યા છીએ.’ 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના ન્હાવા-શેવા વિસ્તારમાં આવેલા ગવન વિલેજમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ પોતાના બૉયફ્રેન્ડ સાથે મળીને પોતાના જ ઘરમાંથી ૩૮ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. દિવાળીમાં પહેરવા માટે ઘરમાં દાગીના ન મળતાં યુવતીના પરિવારજનોએ દાગીના ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે તપાસ હાથ ધરતાં પહેલાં યુવતીના બૉયફ્રેન્ડની ધરપકડ કરી હતી. એ પછી ચોરીમાં સામેલ યુવતીની પણ ધરપકડ કરી હતી.
૧૦ નવેમ્બરે ફરિયાદી સવિતા કોળીના ઘરમાંથી ૧૨ લાખ રૂપિયા (ખરીદી વખતે આટલા રૂપિયા ચૂકવ્યા હતા)ની કિંમતના ૩૮ તોલા સોનાના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ ન્હાવા-શેવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ફરિયાદમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે દિવાળી નિમિત્તે તેઓ પહેરવા માટે દાગીના કાઢવા ગયા ત્યારે જોયું તો ઘરમાં રાખેલા તમામ દાગીના ચોરી થઈ ગયા હતા. એ પછી પોલીસે તપાસ કરવા આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ હસ્તગત કર્યાં હતાં જેમાં બારીકાઈથી વૉચ કરવા છતાં એમાંથી કોઈ કડી મળી નહોતી. એ પછી પોલીસે અલગ-અલગ ઍન્ગલથી તપાસ કરી હતી જેમાં તેમને માહિતી મળી હતી કે ચોરી થયેલા દાગીના ઉલવે ગામમાં એક યુવક વેચી રહ્યો છે. એટલે તેની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસે દાગીના ક્યાંથી આવ્યા એની તપાસ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ફરિયાદીની ૧૯ વર્ષની પુત્રી સાથે પ્રેમસંબંધમાં હતો અને તેણે જ ઘરમાંથી દાગીના કાઢીને આપ્યા હતા. ત્યાર બાદ પોલીસે તે યુવતીની પણ ધરપકડ કરી હતી.
ન્હાવા-શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મધુકર બાહતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાગીના શા માટે ચોરી કર્યા એની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે આરોપીને દારૂની પાર્ટી કરવાની આદત હતી જેમાં યુવતી પણ તેને મદદ કરતી હતી અને તેની સાથે સહભાગી થતી હતી. આરોપીએ ઉલવે વિસ્તારમાં ત્રણ જ્વેલર પાસે દાગીના વેચ્યા હતા જે અમે તેમની પાસેથી હસ્તગત કર્યા છે. વધુ તપાસ હાથ કરી રહ્યા છીએ.’ 

26 November, 2021 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK