° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


મુંબઈમાં કોરોનાના કેસ ડબલ થવાનો દર ૨,૪૦૩ દિવસ થયો

22 November, 2021 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૨ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૭૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૧,૮૦૧ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૬૬ ટકા પૉઝિટિવિટી સાથે ૨૧૩ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં ૩ સિનિયર સિટિઝન દરદીનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૩૦૬ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૨૮૧ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૬૧,૧૪૬ કેસમાંથી ૭,૩૯,૭૦૭ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને ૨,૫૭૭ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર ૨,૪૦૩ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૨ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૭૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

22 November, 2021 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK