° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


મુંબઈમાં નવાની સામે વધુ દરદીઓ રિકવર થતાં ઍક્ટિવ કેસની સંખ્યા ઘટી

20 June, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ૧૮ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૮૨ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૦૯ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા. 

મુંબઈમાં નવાની સામે વધુ દરદીઓ રિકવર થતાં ઍક્ટિવ કેસની સંખ્યા ઘટી

મુંબઈમાં નવાની સામે વધુ દરદીઓ રિકવર થતાં ઍક્ટિવ કેસની સંખ્યા ઘટી

શહેરમાં ગઈ કાલે ૩૩,૧૩૬ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૨.૧૦ ટકા પૉઝિટિવિટી સાથે ૬૯૬ કેસ નોંધાયા હતા. ગઈ કાલે નવા કેસની સામે વધુ દરદી રિકવર થયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં થોડો-થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૧૩ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાં ૨ દરદી ૪૦ વર્ષથી નીચેની ઉંમરના હતા, ૧ દરદી ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેનો હતો અને ૧૦ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૨૭૯ થયો છે. ગઈ કાલના ૭૯૦ દરદીઓ મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૨૦,૬૩૭ કેસમાંથી ૬,૮૮,૩૪૦ લોકો રિકવર થયા છે. કુલ નોંધાયેલા દરદીમાંથી ૯૫ ટકા રિકવરી યથાવત્‌ કાયમ રહી છે. શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો ૧૪,૭૫૧ થયો હતો. કેસ ડબલિંગનો દર વધીને ૭૨૦ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ૧૮ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૮૨ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૦૯ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા. 

20 June, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાજ્ય સરકાર હવે શરૂ કરશે પોલીસ રિસ્પૉન્સ ટાઇમને સુધારવા ‘ડાયલ 112’ પ્રોજેક્ટ

કટોકટીના સમયમાં પોલીસ ઝડપથી ફરિયાદીઓ પાસે પહોંચી શકે એ હેતુથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્યવ્યાપી ‘ડાયલ 112’ પ્રોજેક્ટ શરૂ કરશે.

01 August, 2021 05:16 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

01 August, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

૩.૩૮ કરોડની ચોરીના માસ્ટર માઇન્ડે ઍક્સિસ બૅન્ક સાથે કરી ૨૭ લાખની છેતરપિંડી

અનિલ દુબેએ હેડ ઑફિસમાં જમા કરવાના આ પૈસાની ઉચાપત કરી હતી, પણ ઑડિટ દરમિયાન એ પકડાઈ ગઈ.

01 August, 2021 05:05 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK