° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


નવો વાઇરસ એક સુપરબગ કે પછી શટ બગ હોઈ શકે છે

28 November, 2021 11:30 AM IST | Mumbai | Vinod Kumar Menon

આરોગ્ય નિષ્ણાતોના મતે આ વાઇરસથી ફરી ચેપ લાગવાના જોખમનું પ્રમાણ ઊંચું રહે છે

ડૉક્ટર વિકાર શેખ, ડૉક્ટર સુભાષ હીરા

ડૉક્ટર વિકાર શેખ, ડૉક્ટર સુભાષ હીરા

નવા કોવિડ-19 વેરિઅન્ટ B.1.1.529 NUને ડબ્લ્યુએચઓ દ્વારા શુક્રવારે મોડી રાત્રે સત્તાવાર રીતે નવું નામ ઓમિક્રોન (ગ્રીક ભાષાનો ૧૫મો અક્ષર) આપવામાં આવ્યું છે. ડેલ્ટા પછી આ પ્રથમ નવો વેરિઅન્ટ છે જેણે વિશ્વને અને હેલ્થકૅર સર્વિસિસ પૂરી પાડનારાઓને  ચિંતાગ્રસ્ત રહેવા સાથે સતર્ક રહેવા પ્રેર્યા છે. આરોગ્ય નિષ્ણાતોના મતે આ વાઇરસથી ફરી ચેપ લાગવાના જોખમનું પ્રમાણ ઊંચું રહે છે. 
ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સ ખાતે પ્રોફેસર ડૉક્ટર વિકાર શેખે નવા વેરિઅન્ટ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ નવા વાઇરસને સૌપ્રથમ ચાલુ વર્ષની ૧૧ નવેમ્બરે આફ્રિકાના બોટ્સવાનામાં જિનોમ સિક્વન્સિંગના માધ્યમથી છૂટો પાડ્યા બાદ ઓળખી કઢાયો હતો. હવે આ વાઇરસ સાઉથ આફ્રિકા, ઇઝરાયલ, બેલ્જિયમ અને હૉન્ગકૉન્ગમાં ફેલાયો છે. યુરોપિયન દેશોમાં આ વાઇરસ સૌપ્રથમ બેલ્જિયમમાં પ્રસાર પામ્યો હતો. અત્યાર સુધીમાં ડઝનેક કેસ નોંધાયા છે.’ 
 આફ્રિકાની સીડીસી (સેન્ટર ફૉર ડિસિઝ કન્ટ્રોલ) દ્વારા  કોવિડ-19ના આ વેરિઅન્ટની પ્રસારણ ક્ષમતાને સમર્થન આપવામાં આવ્યું છે. આફ્રિકા સીડીસીએ જણાવ્યા મુજબ આ વેરિઅન્ટની પ્રસારક્ષમતા એટલી બધી વધુ છે કે એ કોરોના વાઇરસના તમામ વેરિઅન્ટ કરતાં વધુ ચેપી અને પ્રસારણીય પુરવાર થઈ શકે છે અને એની સામેની લડતમાં વૅક્સિન ઓછી અસરકારક પુરવાર થઈ શકે છે. 

 જો આ વેરિઅન્ટ વધુ સંક્રમક કે જીવલેણ હશે, જે ચોક્કસ છે જ અને ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાયો છે તો હાલના તબક્કે એનાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે એકમેકથી અંતર જાળવો,  માસ્કનો ઉપયોગ કરો, હાથ ધોતા રહો, બન્ને રસી મેળવો અને જેમણે બે રસી લીધાને છ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે તેઓ બૂસ્ટર ડોઝ મેળવે. 
- ડૉક્ટર લિવ ફ્રાન્સેન

28 November, 2021 11:30 AM IST | Mumbai | Vinod Kumar Menon

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Nirbhaya Squad: રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસની નિર્ભયા સ્ક્વૉડ માટે બનાવ્યો વીડિયો

મુંબઈ પોલીસે 73મા ગણતંત્ર દિવસના અવસરે મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધને અટકાવવા માટે સ્પેશિયલ ડિવિઝન નિર્ભયા સ્ક્વૉડ હેલ્પલાઈન નંબર 103 લૉન્ચ કર્યું છે.

27 January, 2022 10:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Akshay Kumar: અભિનેતાએ મુંબઈમાં ખરીદ્યું નવું ઘર

અક્ષય કુમાર (Akshay Kumar)નો આ ફ્લેટ ખાર વેસ્ટની જૉય લેજેન્ડ બિલ્ડિંગમાં 19મા માળે છે. અક્ષય કુમારના આ ફ્લેટની સાથે ચાર ગાડીઓની પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

24 January, 2022 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કોરોનાથી છૂટ્યા તો થાકે પકડ્યા

હા, કોરોના પછી સતત અનુભવાતો થાક ચિંતાનો વિષય છે : પૂરતી ઊંઘ, પૂરતું લિક્વિડ લેવાની અને સક્રિય રહેવાની સલાહ અપાય છે

19 January, 2022 08:06 IST | Mumbai | Vinod Kumar Menon

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK