° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

28 July, 2021 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીના આ કેસમાં આરોપી ભરત મકવાણાએ સાળાને દારૂ પીવડાવ્યા બાદ તેનું ચાકુથી કર્યું મર્ડર

પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈની બનેવીએ કરી નાખી હત્યા

બોરીવલીની એમએચબી કૉલોની પોલીસે એક બનેવીની તેના સાળાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. હત્યા કરવા પાછળનું કારણ વિચિત્ર હતું. સાળો સંદીપ રાજપૂત પોતાની ફૅમિલી લાઇફમાં દખલગીરી કરી રહ્યો હોવાથી બનેવી ભરત મકવાણાએ તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
રવિવારે સાંજે બોરીવલી (વેસ્ટ)ના એક્સર ગ્રાઉન્ડ પાસે એક યુવક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. લોકો દ્વારા પોલીસને આની જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે આવેલી પોલીસે તે યુવકને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના ખિસ્સામાંથી મળી આવેલા આઇડેન્ટિટી કાર્ડ પરથી તેનું નામ સંદીપ રાજપૂત હોવાનું જાણવા મળ્યું હતું. તેના પરિવારની શોધ કરીને તેમનું સ્ટેટમેન્ટ લેતાં સંદીપ તેના બનેવી ભરત મકવાણા સાથે છેલ્લી વાર જોવા મળ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
એમએચબી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભરત મકવાણા નાલાસોપારામાં રહે છે અને કેબલની લાઇનમાં અંધેરીમાં કામ કરે છે. અમે તેને પૂછપરછ માટે લઈ આવ્યા હતા, જેમાં તેણે કબૂલ કર્યું હતું કે તેણે જ સંદીપની ચાકુથી હત્યા કરી હતી. ભરતનાં સંદીપની બહેન જ્યોતિ પટેલ સાથે ૨૦૧૮માં લગ્ન થયાં હતાં. જ્યોતિનાં આ બીજાં લગ્ન હતાં. લગ્નના થોડા દિવસ પછીથી ભરત દારૂ પીને જ્યોતિની મારપીટ કરતો હતો. એનાથી કંટાળીને જ્યોતિ ૧૨ મહિનાથી ભાઈ સંદીપ સાથે બોરીવલી રહેવા આવી ગઈ હતી. ભરત અનેક વાર જ્યોતિને સમજાવવા તેના ઘરે ગયો હતો, પણ તેનું અપમાન કરીને સંદીપે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જ્યોતિને તેની સાથે વાત કરતાં અટકાવીને સંદીપ તેમની જિંદગીમાં દખલ દેતો હોવાથી રોષે ભરાઈને રવિવારે ભરતે સંદીપને દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો. બન્ને એક્સર ગયા હતા. ત્યાં બિયર લઈને બન્નેએ રિક્ષામાં પીધો હતો. ત્યાર બાદ સંદીપના પેટમાં ચાકુ મારીને તેની હત્યા કરી હતી.’
એમએચબી કૉલોની પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પોપટ યેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભરતને કોર્ટમાં હાજર કરતાં તેને ૨૮ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. ભરતે હત્યા કરવા પાછળનું કારણ એ આપ્યું હતું કે સંદીપ તેની પરિણીત લાઇફમાં દખલગીરી કરી રહ્યો હતો જેનાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

28 July, 2021 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK