° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


મહાબળેશ્વર @ 0 ડિગ્રી

13 January, 2022 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે મધરાત બાદ નોંધાયું આટલું નીચું તાપમાન, મુંબઈમાં ઠંડીના ચમકારા વચ્ચે રાત થોડી હૂંફાળી બનશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનને લીધે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે. મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં મંગળવારે રાતે આ શિયાળામાં પહેલી વખત ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે સવારે ૬ ડિગ્રી, બપોરે ૯ ડિગ્રી, સાંજે ફરી ૬ ડિગ્રી અને મોડી રાતે ઝીરો ડિગ્રી તાપમાન નોંધાતાં મહાબળેશ્વરમાં કાશ્મીર જેવું વાતાવરણ નિર્માણ થયું હતું. સખત ઠંડીમાં પર્યટકોએ ભરપૂર આનંદ માણ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં પણ ગઈ કાલે દિવસ અને રાત દરમ્યાન ઠંડો પવન ફૂંકાયો હતો. આગામી બે-ત્રણ દિવસમાં રાત્રે હૂંફાળું હવામાન રહેવાની આગાહી વેધશાળાએ ગઈ કાલે કરી હતી.
વેધશાળાના રિપોર્ટ મુજબ ગઈ કાલે સવારે ૬ વાગ્યે મહાબળેશ્વરના વેણ્ણા લેક પર ૨.૮ ડિગ્રી અને મધરાતે ઝીરો તાપમાન નોંધાયું હતું. સોમવારે દિવસે ૧૦ અને રાત્રે ૬ ડિગ્રી તાપમાન હતું, જેમાં ૪ ડિગ્રીનો ઘટાડો મંગળવારે રાત્રે અને ગઈ કાલે સવારે નોંધાયો હતો. એક જ દિવસમાં ચાર ડિગ્રી પારો નીચે જતાં મહાબળેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સખત ઠંડી અનુભવાઈ હતી.
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર બે દિવસથી માઇનસ ૩ ડિગ્રી તાપમાન હોવાથી ત્યાં શીત લહર ચાલી રહી છે. સોમવારથી આવું વાતાવરણ હોવાથી રહેવાસીઓએ તાપણાં કરવા પડી રહ્યાં છે. રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ શીત લહરની સ્થિતિ કાયમ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતાં અહીંના અલવર, ઝુંઝુનુ, સિકર, ભીલવાડા, ચુરુ, હનુમાનગઢ, નાગૌર અને ગંગાનગર જિલ્લાઓમાં ખૂબ ઠંડી અનુભવાશે. છેલ્લા કેટલાક દિવસમાં પડેલા કમોસમી વરસાદને લીધે માઉન્ટ આબુ સહિત આસપાસ ભારે ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતનાં ઘણાં શહેરોમાં પારો ૧૦ ‌ડિગ્રી સુધી નીચે જતો રહ્યો છે.
મુંબઈની વાત કરીએ તો બે દિવસ પહેલાં આ શિયાળામાં નોંધાયેલા સૌથી ઓછા ૧૩.૨ ડિગ્રી તાપમાન બાદ ગઈ કાલે દિવસ અને રાત્રે ઠંડો પવન ફૂંકાયો હતો, પરંતુ તાપમાન બે ડિગ્રી ઓછું થયું હતું. હવામાન વિભાગે ગઈ કાલે જારી કરેલા સાત દિવસની આગાહી મુજબ આજથી રાતનું તાપમાન થોડું ઓછું થશે. શહેરમાં દિવસનું મૅક્સિમમ તાપમાન ૩૦ ડિગ્રી તો મિનિમમ ૧૭.૩ ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગઈ કાલે મુંબઈમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું એટલે કે મૅક્સિમમ ૨૭.૩ ડિગ્રી તો મિનિમમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. સાંતાક્રુઝમાં ગઈ કાલે મિનિમમ તાપમાન ૧૪.૪ ડિગ્રી તો કોલાબામાં ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું.

13 January, 2022 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Mumbai Corona Cases: દર્દીઓની સંખ્યા ઘટી, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા 1815 નવા કેસ

સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા

25 January, 2022 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai Winter Memes: મુંબઈની ઠંડીના ચમકારાએ નેટિઝન્સને આપી ગજબ ક્રિએટીવીટી

નેટિઝન્સે મુંબઇ વિન્ટરના હેશટૅગને કેવા જાતભાતના મીમ્સ બનાવીને સોલીડ ટ્રેન્ડ કરાવ્યું હતું, જેઠાલાલથી માંડીને રજનીકાંત આ મીમ્સનો ભાગ બન્યા

25 January, 2022 06:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવાબ મલિકની અભદ્ર ટિપ્પણી; કહ્યું કિરીટ સોમૈયા ભાજપની આઈટમ ગર્લ છે

બીજેપી નેતા કિરીટ સોમૈયા સતત મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરી રહ્યા છે.

25 January, 2022 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK