° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


સંતાનની કસ્ટડી મામલે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

28 September, 2022 12:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેમ્બુરમાં ૩૬ વર્ષના શખ્સે તેની પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. પતિ-પત્ની વચ્ચે સંતાનની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર Crime News

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : ચેમ્બુરમાં ૩૬ વર્ષના શખ્સે તેની પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. પતિ-પત્ની વચ્ચે સંતાનની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
પોલીસે પરોઢિયે ટૅક્સી-ડ્રાઇવર આરોપી ઇકબાલ શેખની ધરપકડ કરી હતી એમ તિલકનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. ઇકબાલે તેની પત્ની ઝારા (૨૦ વર્ષ)ને સોમવારે સવારે મળવા બોલાવી હતી. ઝારા આવી પહોંચતાં ઇકબાલે તીક્ષ્ણ હથિયાર વડે તેના પર અનેક ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
દંપતીનાં લગ્ન ૨૦૧૯માં થયાં હતાં અને તેમને બે વર્ષનું બાળક છે. ઝારાને છૂટાછેડા જોઈતા હતાં, જ્યારે ઇકબાલને બાળકની કસ્ટડી જોઈતી હતી. પોલીસે ઇકબાલની ધરપકડ કરી હતી.

28 September, 2022 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહાવીર નગરની આ સોસાયટીમાં વીકઍન્ડમાં પડશે ફોર-સિક્સની બૂમો!

મેચ માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પીચ પણ તૈયાર કરવામાં આવી છે

09 December, 2022 02:54 IST | Mumbai | Karan Negandhi
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ

સરહદ મુદ્દે મહા વિકાસ અઘાડીના કર્ણાટક સરકાર વિરોધી આંદોલન અને ગ્રામ પંચાયત ચૂંટણીને પગલે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

09 December, 2022 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈ એરપોર્ટની મુસાફરોને સલાહ: ‘ઓછામાં ઓછા 3.5 કલાક અગાઉ પહોંચો`

સ્થાનિક મુસાફરોને તેમના બોર્ડિંગ સમયના ઓછામાં ઓછા 2.5 કલાક પહેલાં પહોંચવાની સલાહ આપવામાં આવી છે

09 December, 2022 11:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK