Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈના બીચ પર મળી આવ્યો મહિલાનો માથા વગરનો મૃતદેહ

વસઈના બીચ પર મળી આવ્યો મહિલાનો માથા વગરનો મૃતદેહ

27 July, 2021 12:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાનું માથું ખૂબ જ ધારદાર શસ્ત્રથી કાપવામાં આવ્યું હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાની અંદર સમુદ્રકિનારે આ પાંચમો મૃતદેહ મળ્યો હતો.

આ શૂટકેસમાંથી મહિલાની માથા વગરની ડેડ-બૉડી મળી આવી હતી.

આ શૂટકેસમાંથી મહિલાની માથા વગરની ડેડ-બૉડી મળી આવી હતી.


વસઈ-વેસ્ટના ભુઈ ગામ બીચ પર શૂટકેસમાં એક અજ્ઞાત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. વસઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરતાં મહિલાના મૃતદેહમાં તેનું માથું જ નહોતું. મહિલાનું માથું ખૂબ જ ધારદાર શસ્ત્રથી કાપવામાં આવ્યું હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાની અંદર સમુદ્રકિનારે આ પાંચમો મૃતદેહ મળ્યો હતો. 
વાલિવ ગામ પોલીસે કહ્યું હતું કે ‘ભુઈ ગામ ગ્રામ પંચાયતના સરપંચ રમેશ પાટીલે અમને ગઈ કાલે વસઈના ભુઈ ગામના સમુદ્રકિનારા પર એક શૂટકેસમાં મૃતદેહ હોવાનું જણાવ્યું હતું. ભટકતા શ્વાન મૃતદેહને ખાવાની શરૂઆત કરે એ પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. મૃતદેહને બહાર કાઢવા ફાયર-બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. મૃતદેહ એક ૩૦થી ૩૫ વર્ષની મહિલાનો છે પરંતુ તેનું માથું કાપી કાઢવામાં આવ્યું હતું. મૃતદેહ પાણીમાં કોહવાઈ ગયો હોવાથી પોલીસ માટે તેની ઓળખ કરવી મુશ્કેલભરી બની રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે જે.જે. હૉસ્પિટલમાં મોકલી દીધો છે. આરોપીએ મહિલાનું મર્ડર કરીને તેનો મૃતદેહ બીચ પર ફેંકી દીધો હશે અને તે અંદાજે બે દિવસ જૂનો હશે. પોલીસે અજ્ઞાત લોકો સામે મર્ડરનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે તેમ જ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, પાલઘર, નવી મુંબઈ, થાણેમાં મહિલાની ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ પણ તપાસ કરવામાં આવી રહી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK