° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


હવે બ્લેક ફંગસનો ભય, મુંબઈમાં ત્રણ બાળકોની કાઢવી પડી આંખો

18 June, 2021 12:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં બ્લેક ફંગસને લઈ ભયાનક ઘટના સામે આવી છે. બ્લેક ફંગસને કારણે ત્રણ બાળકોની આંખ કાઢવી પડી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઈરસ બાદ બ્લેક ફંગસનો કહેર વધવા લાગ્યો છે.  મહારાષ્ટ્રના મુંબઈમાં બ્લેક ફંગસ ( મ્યુકોરમાઈકોસિસ)નું ભયાનક સ્વરુપ સામે આવ્યું છે. મુંબઈમાં 4 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના બાળકોમાં બ્લેક ફંગસ  જોવા મળ્યા છે.  તો બીજી બાજુ અલગ અલગ હોસ્પિટલમાં બ્લેક ફંગસની સારવાર લઈ રહેલા ત્રણ બાળકોની આંખ કાઢવી પડી હતી.  બાળકોમાં વધી રહેલા બ્લેક ફંગસને કારણે તબીબો પણ ચિંતિત છે. 

ફોર્ટિસ હોસ્પિટલના સીનિયર કંસલટન્ટ પીડિયાટ્રીશયને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં આ બાળકીઓમાં બ્લેક ફંગસ જોવા મળ્યા હતાં.  બંને બાળકીઓ જ્યારે અમારી પાસે આવી ત્યારે 48 કલાક સુધીમાં જ તેમની આંખ કાળી પડી ગઈ હતી. બ્લેક ફંગસ તેમના નાક, આંખ અને સાયનસમાં ફેલાઈ ગયો હતો. 


ડૉક્ટરે વધુમાં જણાવ્યું કે રાહતની વાત એ હતી કે બ્લેક ફંગસ તેમના મગજ સુધી નહોતો પહોંચ્યો.  6 અઠવાડિયા સુધી તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેમની એક આંખ તો કાઢવી જ પડી હતી.  તો બીજી બાજુ અન્ય એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર પણ 4 અને 6 વર્ષના બાળકોમાં બ્લેક ફંગસ જોવા મળ્યા છે. તેઓ પણ બાળકની સારવાર કરી રહ્યાં હતા.  બંને કેસોમાં બ્લેક ફંગસ એટલી હદ સુધી આંખમાં ફેલાઈ ગયો હતો કે બંને બાળકની આંખ કાઢવી પડી હતી. 

આ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ તેમને ડાયાબિટિશ નહોતી. જ્યારે 14 અને 16 વર્ષની કિશોરીઓને કોવિડ બાદ ડાયાબિટિશ પણ થઈ હતી.  14 વર્ષની એક  કિશોરીની આંખ કાઢવી પડી હતી. જ્યારે 16 વર્ષની કિશોરીમાં પેટના એક ભાગમાં બ્લેક ફંગસ જોવા મળ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ બાદ હવે બ્લેક ફંગસે કહેર મચાવ્યો છે.  મ્યુકોરમાઈકોસિસ નામના આ રોગથી લોકો પર ગંભીર અસર પડી રહી છે. આ રોગથી દર્દીના નાક, કાન અને મગજ પર ભારે અસર થાય છે. લોકોમાં કોરોનાનો ડર નથી ગયો, ત્યાં આવી ઘટનાઓ લોકોમાં વધારે ભય ઉભો કરે છે.       

18 June, 2021 12:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK