° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


કૃષિ કાયદાઓ રદ કરવાનો નિર્ણય પીછેહઠભર્યું પગલું

20 November, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કૃષિ કાયદાઓ માટેની પૅનલના સભ્ય અનિલ ઘનવટે વ્યક્ત કરી નિરાશા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કૃષિ કાયદાઓ માટેની પૅનલના સભ્ય અનિલ ઘનવટે છેલ્લા એક વર્ષથી ખેડૂતો જેના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા એ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયને દેશની વિકાસયાત્રાને પાછળ ધકેલી દેનારો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરવામાં આવેલું આ સૌથી પીછેહઠભર્યું પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ઉત્થાનને બદલે રાજકારણને પ્રાધાન્ય આપ્યું છે. અમારી પૅનલે ત્રણ કૃષિ કાયદાઓ અંગે ઘણા સુધારાઓ અને ઉપાયો સુપરત કર્યા હતા, પણ મડાગાંઠ ઉકેલવાને બદલે મોદી અને બીજેપીએ પીછેહઠ કરવાનું પસંદ કર્યું. તેઓ બસ ચૂંટણી જીતવા માગે છે, બીજું કંઈ નહીં.’ 
ગુરુનાનક જયંતી નિમિત્તે શુક્રવારે સવારે દેશને સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ કાયદા કિસાનોના લાભ માટે હતા, પણ અમે શ્રેષ્ઠ પ્રયાસો છતાં ખેડૂતોના એક વર્ગને સમજાવી શક્યા નહીં.

20 November, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: હેં..! જોખમ વાળા દેશોમાંથી મહારાષ્ટ્ર આવેલા 6 યાત્રીઓ કોરોના પોઝિટિવ

કોરોનાથી સંક્રમિત 6 લોકોમાંથી ત્રણ લોકો મુંબઈના કલ્યાણ, ડોંબિવલી અને મીરા ભાયંદર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

01 December, 2021 12:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મહિનાના બાળક સહિત ચાર જણ દાઝી ગયા

સવારે ૭ વાગ્યે ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું ત્યારે બધા સૂતા હતા એટલે આગથી બચવા માટે તેઓ ઝડપથી ઘરની બહાર દોડી ન શકતાં સખત દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

01 December, 2021 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ કર્યુ જાહેર

હવામાન વિભાગે મુંબઈ શહેરમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

01 December, 2021 11:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK