° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાતથી થાણેવાસીઓમાં ઉત્સાહનું મોજું

01 July, 2022 08:52 AM IST | Mumbai
Sameer Surve | sameer.surve@mid-day.com

‘મિડ-ડે’એ એકનાથ શિંદેના માર્ગદર્શક અને સેનાના સ્વર્ગીય નેતા આનંદ દીઘેની બેઠક ટેમ્ભીનાકા ખાતે આનંદ મઠની મુલાકાત લીધી હતી

ભૂતપૂર્વ કૉર્પોરેટર નમ્રતા ભોસલે

ભૂતપૂર્વ કૉર્પોરેટર નમ્રતા ભોસલે

ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કર્યા બાદ થાણેમાં ઉલ્લાસનું વાતાવરણ પ્રસરી ગયું હતું. તેમના સમર્થકો અને શિવસેનાના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ‘એકનાથ શિંદેને સરળતાથી મળી શકાય છે અને તેમણે હંમેશાં લોકોને મદદ કરી છે. તેઓ ટોચનો હોદ્દો મેળવવાની યોગ્યતા ધરાવે છે.’

‘મિડ-ડે’એ એકનાથ શિંદેના માર્ગદર્શક અને સેનાના સ્વર્ગીય નેતા આનંદ દીઘેની બેઠક ટેમ્ભીનાકા ખાતે આનંદ મઠની મુલાકાત લીધી હતી. જૂના શિવસૈનિકો ત્યાં ચુપકીદી સેવીને બેઠા હતા અને હાલની રાજકીય ગતિવિધિ વિશે કંઈ પણ ટિપ્પણી કરવાનો વિનમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો. કાયમની માફક આ સ્થળ પક્ષના કાર્યકર્તાઓ અને ઑફિસ-બેરર્સથી ધમધમી રહ્યું હતું. આનંદ મઠનું કામકાજ સંભાળતા જગદીશ થોરાટે જણાવ્યું હતું કે ‘આ રાજકારણનું સ્થળ નથી. આનંદ મઠ સામાજિક કાર્ય માટેનું મંદિર છે. અમે હંમેશની માફક કામ કરવાનું ચાલુ રાખીશું. જો થાણેના કોઈ નાગરિકને મદદ જોઈતી હોય તો અમે એના માટે તૈયાર છીએ.’

ભૂતપૂર્વ કૉર્પોરેટર નમ્રતા ભોસલેએ જણાવ્યું હતું કે ‘હું યુવા સેનામાં સત્તાવાર હોદ્દો ધરાવું છું, પણ શિંદેસાહેબની સાથે છું. તેમણે નવું મહારાષ્ટ્ર બનાવવા તરફ ડગલું માંડ્યું છે. તેઓ સાચા હિન્દુત્વને અનુસરી રહ્યા છે. જો શિંદેસાહેબ કહેશે તો હું હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ.’

રમેશ ભોસલેએ પણ જણાવ્યું હતું કે ‘હું એક શિવસૈનિક છું, પણ હવે એકનાથ શિંદેસાહેબની સાથે છું. તેમણે હિન્દુત્વ માટે અને રાજ્યના ભવિષ્ય માટે સાચું પગલું ભર્યું છે. મહારાષ્ટ્રના તમામ નાગરિકોએ મહામારી અને અન્ય ઘણી કટોકટીની સ્થિતિ દરમિયાન તેમની કામગીરી જોઈ છે. અમે હંમેશાં તેમનું સમર્થન કરીશું.’

સન્ની સુરોસેએ જણાવ્યું હતું કે ‘હું સ્કૂલના દિવસોથી સેનાનો અનુયાયી છે. મને તેમની કાર્યશૈલી ગમે છે. થાણે તથા મહારાષ્ટ્ર માટે આ ગૌરવની ઘડી છે. રાજકીય પરિવારમાંથી ન આવતી એક વ્યક્તિ મુખ્ય પ્રધાનના હોદ્દા સુધી પહોંચી શકે છે. અમને તેમના પર ગર્વ છે.’

01 July, 2022 08:52 AM IST | Mumbai | Sameer Surve

અન્ય લેખો

મુંબઈ સમાચાર

શિંદે સરકારમાં સામેલ 18 મંત્રી, BJPના 9 : 40 દિવસ પછી થયું કેબિનેટ વિસ્તરણ

એકનાથ શિંદેના જૂથમાંથી પણ એટલા જ વિધેયકોએ શપથ લીધા છે. સૌથી પહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે શપથ લીધા અને પછી બીજા નંબરે ભાજપના સીનિયર નેતા સુધીર મુનગંટીવારે શપથ ગ્રહણ કર્યાં.

09 August, 2022 11:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

પ્રધાનમંડળમાં ૫૦ ટકાની ફૉર્મ્યુલાથી બીજેપી આજે બીજો આંચકો આપશે?

સરકાર બન્યાના સવા મહિના બાદ કૅબિનેટનું વિસ્તરણ થશે : ત્રણ સામે એક નહીં, એક સામે એક એટલે કે એકનાથ શિંદે જૂથને બીજેપી સરખેસરખી ભાગીદારી આપીને ફરી પોતાનો હાથ ઉપર રાખે એવી શક્યતા

09 August, 2022 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

Maharashtra: આવતી કાલે થશે એકનાથ શિંદે સરકારની કેબિનટનું વિસ્તરણ

શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ આવતીકાલે એટલે કે મંગળવારે થશે. મહારાષ્ટ્ર સરકારમાં 15 મંત્રીઓ હોઈ શકે છે. આવતીકાલે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે દરેક વ્યક્તિ શપથ લેશે.

08 August, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK