° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ટેન્ડરમાં છેડછાડ: બીએમસીને ૧૮૮ કરોડના નુકસાનનો દાવો

21 November, 2021 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીનો આરોપ છે કે કૉન્ટ્રૅક્ટરો સાથે મળીને સુધરાઈના અધિકારીઓએ ટેન્ડરમાં વિશેષ માપદંડ રાખતાં પહેલેથી નક્કી થઈ ગયું હતું કે કોને કૉન્ટ્રૅક્ટ અપાશે

ટેન્ડરમાં છેડછાડ: બીએમસીને ૧૮૮ કરોડના નુકસાનનો દાવો

ટેન્ડરમાં છેડછાડ: બીએમસીને ૧૮૮ કરોડના નુકસાનનો દાવો

મુંબઈ મહાનગરપાલિકાના ટ્રેન્ચ કૉન્ટ્રૅક્ટમાં સુધરાઈના અધિકારીઓ સાથેની સાઠગાંઠથી ૧૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ બીજેપીના નેતાઓએ ગઈ કાલે કર્યો હતો. સુધરાઈ દ્વારા ૫૫૦ કરોડ રૂપિયાના કેબલ, વાયર, પાણીની લાઇન, વીજળીના કેબલ જેવી સર્વિસ જમીનની અંદર નાખીને રોડ બનાવવાનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. આ ટેન્ડર બ્લૅક લિસ્ટેડ કંપનીઓને અપાયા હોવાનો આરોપ પણ બીજેપીએ મૂક્યો છે.
બીજેપીના નેતાઓએ ગઈ કાલે કહ્યું હતું કે સુધરાઈના ટ્રેન્ચિંગના ટેન્ડરમાં છેડછાડ કરવાથી ૧૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૧૭ નવેમ્બરે બીજેપીના કુરાર વિલેજ વિસ્તારના નગરસેવક વિનોદ મિશ્રાએ સુધરાઈના કમિશનર અને મેયરને એક પત્ર લખ્યો હતો, જેમાં આ કામ માટે જેમને કૉન્ટ્રૅક્ટ મળ્યો છે એવા નવ કૉન્ટ્રૅક્ટરનાં નામ લખ્યાં હતાં. બીજેપીએ આરોપ કર્યો છે કે ૧૮ નવેમ્બરે આ જ કૉન્ટ્રૅક્ટરોને કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો. 
બીજેપીના મુલુંડના વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર બીજેપીના ટ્રેઝરર મિહિર કોટેચાએ આરોપ મૂક્યો હતો કે આ ટેન્ડર મેળવવા માટેની મીટિંગ એક પ્રધાનના કઝિન અને કૉન્ટ્રૅક્ટરો વચ્ચે વિલે પાર્લેમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં થઈ હતી, જેમાં કોને કામ મળવાનું છે એ નક્કી કરાયું હતું. અમને મળેલી માહિતી મુજબ આ મીટિંગમાં ટેન્ડરમાં છેડછાડ કરવામાં આવી હતી. એ જ જાણીતા ડીજે, જે એક કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક છે તે પણ આ બેઠકમાં હાજર હતો. એ સિવાય વિલે પાર્લેની બે વ્યક્તિ સુધરાઈના કૉન્ટ્રૅક્ટ કોને આપવા અને કોને નહીં એનો નિર્ણય લે છે. અમે આ સ્કૅમને ખુલ્લું પાડ્યું છે અને સુધરાઈ કૉન્ટ્રૅક્ટ રદ નહીં કરે તો અમે બૉમ્બે હાઈ કોર્ટમાં જઈશું.
નગરસેવક વિનોદ મિશ્રાએ આરોપ કર્યો છે કે ટેન્ડરમાં છેડછાડ કરવાથી સુધરાઈને ૧૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજેપીના નેતા પ્રવીણ છેડાએ દાવો કર્યો હતો કે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને એ જ કંપનીને કામ મળે એવી ગોઠવણ કરાઈ છે. 

21 November, 2021 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

રાકેશ ટિકૈતે મુંબઈમાં સભા યોજી કેન્દ્રને આપી ચીમકી, MSP પર કાયદો ઘડો નહિતર...

મુંબઈમાં સંયુક્ત શેતકરી કામદાર મોરચા (SSKM) ના બેનર હેઠળ આઝાદ મેદાન ખાતે કિસાન-મઝદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 November, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હંસા હેરિટેજ સોસાયટીના હોદ્દેદારોએ પણ કરી આગોતરા જામીનની અરજી

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ કહ્યું છે કે કોર્ટ હવે બિલ્ડર અને સોસાયટીના હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પર સોમવારે સુનાવણી કરવાની છે.

28 November, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

28 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK