આ ઉપરાંત તાજ હોટેલ્સ વિશ્વની સેકન્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હોટેલ પણ બની છે
ફાઇલ તસવીર
વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર બ્રૅન્ડ વૅલ્યુએશન ઍન્ડ સ્ટ્રૅટેજી કન્સલ્ટન્સી કંપની બ્રૅન્ડ ફાઇનૅન્સે ૨૦૨૪ની ટૉપ ૫૦ હોટેલ્સની યાદીમાં તાજ હોટેલ્સ વિશ્વની સૌથી સ્ટ્રૉન્ગેસ્ટ હોટેલ બ્રૅન્ડ તરીકે ફરી પ્રસ્થાપિત થઈ છે. આ ઉપરાંત તાજ હોટેલ્સ વિશ્વની સેકન્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હોટેલ પણ બની છે. સૌથી ઝડપી ગ્રોથ શેરૅટન્સની ફોર પૉઇન્ટ્સ હોટેલનો નોંધાયો છે. તાજની બ્રૅન્ડ-વૅલ્યુ વધીને ૪૫૫૩ કરોડ રૂપિયાની થઈ છે.
જ્યારે વિશ્વની મોસ્ટ વૅલ્યુએબલ હોટેલ બ્રૅન્ડ તરીકે હિલ્ટન છેલ્લાં ૮ વર્ષથી છવાયેલી રહી છે અને સતત નવમા વર્ષે પણ એ દબદબો એણે જાળવી રાખ્યો છે.

