° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


મલાડના ગુજરાતીએ સાથી સાથે મળીને કરી મનસુખ હિરણની હત્યા?

18 June, 2021 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એનઆઇએએ ગઈ કાલે કોર્ટમાં દાવો કર્યો કે મનીષ સોની અને વસંત મોઠકુરીએ પ્રદીપ શર્મા અને સચિન વઝેના કહેવા પર આ મર્ડર કર્યું હતું અને એના તેમને પૈસા પણ મળ્યા હતા. કોર્ટે પ્રદીપ શર્મા સહિત ત્રણેય આરોપીઓને ૨૮ જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપી

હવે શિવસેનામાં જોડાઈ ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માને ગઈ કાલે હિરણ કેસમાં એનઆઇએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સુરેશ કરકેરા

હવે શિવસેનામાં જોડાઈ ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માને ગઈ કાલે હિરણ કેસમાં એનઆઇએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સુરેશ કરકેરા

મુકેશ અંબાણીના નિવાસ્થાન ઍન્ટિલિયા પાસે જિલેટિન સ્ટિક્સ સાથે મળી આવેલી સ્કૉર્પિયોના કેસ મનસુખ હિરણ મર્ડરમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને તપાસ દરમ્યાન એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માની સંડોવણી જણાતાં ગઈ કાલે તેમની ધરપકડ કરાઈ હતી. એનઆઇએની એક ટીમ લોનાવલાથી તેમને મુંબઈ એનઆઇએની ઑફિસે લાવી હતી અને ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આ સંપૂર્ણ કાવતરામાં ભાગ લેવાનો અને પુરાવા રફેદફે કરવાનો પણ આરોપ છે. જોકે પ્રદીપ શર્માએ પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. 

પ્રદીપ શર્માના અંધેરીના ઘરે પણ સર્ચ-ઑપરેશન કરવામાં આવ્યું હતું. મુંબઈ લાવ્યા બાદ પ્રદીપ શર્માને મેડિકલ માટે જે. જે. હૉસ્પિટલ લઈ ગયા હતા અને એ પછી એનઆઇએ કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેમને અને તેમની સાથે પકડાયેલા બીજા બે જણને ૨૮ જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.   

એનઆઇએના સુપરિન્ટેન્ડેન્ટ વિક્રમ ખલાટેની આગેવાની હેઠળ સાત ઑફિસરે  પ્રદીપ શર્માના અંધેરીના જે. બી. નગરના ઘરે સર્ચ-ઑપરેશન કર્યું હતું. એનઆઇએની ટીમે તેમના ઘરેથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો, તેમનું લૅપટૉપ, પ્રિન્ટર, તેમની ગન અને બુલેટ્સ વગેરે જપ્ત કર્યાં હતાં. સીઆરપીએફના જવાનોને તેમના ઘર પર તહેનાત કરાયા હતા.

ઍન્ટિલિયા બૉમ્બ કેસ અને મનસુખ હિરણ કેસ એ બન્નેમાં સચિન વઝેની ધરપકડ કરાઈ છે.  સચિન વઝેએ લાંબા સમય સુધી પ્રદીપ શર્માના હાથ નીચે કામ કર્યું છે એટલે ૭ અને ૮ એપ્રિલે એનઆઇએએ પ્રદીપ શર્માની કલાકો સુધી પૂછપરછ કરી હતી. જોકે એ વખતે તેમની ધરપકડ કરાઈ નહોતી. એનઆઇએએ ૧૧ જૂને મલાડના કુરાર વિલેજમાંથી સંતોષ શેલાર અને આનંદ જાધવની ધરપકડ કરી હતી. આ બન્ને પ્રદીપ શર્માના ખાસ માણસોમાં ગણાતા હતા.

એનઆઇએએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું છે કે આ કેસમાં પકડાયેલી અન્ય બે વ્યક્તિ સતીશ મોઠકુરી અને મનીષ સોનીએ કબૂલ કર્યું છે કે મનસુખ હિરણની હત્યાનો પ્લાન પ્રદીપ શર્માએ અને સચિન વઝેએ મળીને બનાવ્યો હતો અને તેમના કહેવાથી જ આ બન્ને આરોપીઓએ મનસુખ હિરણની હત્યા કરી હતી. એનઆઇએના વકીલે વધુમાં કહ્યું હતું કે સતીશ અને મનીષે મનસુખની હત્યા કર્યા બાદ સચિન વઝે અને પ્રદીપ શર્માનો સંપર્ક કર્યો હતો અને એ હત્યા કરવા માટે તેમને રોકડ પણ આપવામાં આવી હતી. પ્રદીપ શર્મા હાલ નિવૃત્ત છે. એમ છતાં તેમના ઘરેથી તેમની ગન અને બુલેટ્સ પણ મળી આવી હતી. ગનના લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ છે અને રિન્યુ કરાવાયું નથી.  

શિવસેનાને સાણસામાં લેવા ધરપકડ?
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ૩૫ વર્ષની કારકિર્દી ધરાવતા પ્રદીપ શર્માએ ૨૦૧૯માં રાજીનામું આપ્યા બાદ શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવી નાલાસોપારા વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. જોકે એમાં તેમની હાર થઈ હતી. પ્રદીપ શર્મા શિવસેના સાથે જોડાયેલા હોવાથી કેન્દ્ર સરકારના ઇશારે એનઆઇએએ આ ધરપકડ કરી હોવાની ચર્ચા આઘાડી સરકારમાં જોરશોરથી થઈ રહી છે. તેમનું કહેવું છે કે શિવસેનાને સાણસામાં લેવા માટે આ બધું થઈ રહ્યું છે.

પ્રદીપ શર્માનું શું કહેવું છ?
કોર્ટમાં પ્રદીપ શર્માએ રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘૧૯૯૭થી મારી પાસે ગન છે, પણ હાલ એનું લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહી ગયું છે. સચિન વઝે સાથે મારે કોઈ સંબંધ નથી. જે ચાર જણ પકડાયા છે તેમને પણ હું ઓળખતો નથી. સંતોષ મારો ખબરી હતો અને અત્યારે હું શિવસેનામાં છું.’  

18 June, 2021 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK