Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતના ભૂતપૂર્વ ફ્લૅટમૅટ સિદ્ધાર્થ પીઠાણીના જામીન મંજૂર

સુશાંતના ભૂતપૂર્વ ફ્લૅટમૅટ સિદ્ધાર્થ પીઠાણીના જામીન મંજૂર

05 July, 2022 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે ૫૦,૦૦૦ રૂપિયાના બૉન્ડ પર સિદ્ધાર્થના જામીન મંજૂર કર્યા હતા

સિદ્ધાર્થ પીઠાણી (ફાઇલ તસવીર)

સિદ્ધાર્થ પીઠાણી (ફાઇલ તસવીર)


બૉમ્બે હાઈ કોર્ટે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ફ્લૅટમૅટ અને અભિનેતાના મોતના મામલે ડ્રગ્સ-કેસમાં ધરપકડનો સામનો કરનાર સિદ્ધાર્થ પીઠાણીના જામીન સોમવારે મંજૂર કર્યા હતા. સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ આ કેસમાં આરોપી છે.

જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે ૫૦,૦૦૦ રૂપિયાના બૉન્ડ પર સિદ્ધાર્થના જામીન મંજૂર કર્યા હતા. એનસીબીએ મે ૨૦૨૧માં હૈદરાબાદથી સિદ્ધાર્થની ધરપકડ કરી હતી. હાલમાં તે જુડિશ્યલ કસ્ટડીમાં હતો.



નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ (એનડીપીએસ) ઍક્ટની કલમ ૨૭ (એ) હેઠળ તેની સામે ગુનો દાખલ કરાયો હતો. સિદ્ધાર્થે તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો હોવાનો દાવો કરીને જામીન માગ્યા હતા. તેણે યાચિકામાં દાવો કર્યો હતો કે મારી પાસેથી કદી ડ્રગ્સ મળ્યું નહોતું અને હું ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલો નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK