° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


મહિલાઓ સામેના ગુનામાં મહારાષ્ટ્રનો ત્રીજો ક્રમ

20 December, 2012 03:06 AM IST |

મહિલાઓ સામેના ગુનામાં મહારાષ્ટ્રનો ત્રીજો ક્રમ

મહિલાઓ સામેના ગુનામાં મહારાષ્ટ્રનો ત્રીજો ક્રમમુંબઈને મહિલાઓ માટે સલામત શહેર માનવામાં આવે છે, પણ આ શહેરમાં મહિલાઓ સામે અત્યાચારના કેસ વધી રહ્યા છે. ૨૦૧૦-’૧૧ની સરખામણીમાં ૨૦૧૧-’૧૨માં બળાત્કાર અને વિનયભંગના કેસમાં વધારો થયો છે એ એની સાક્ષી પૂરે છે. પ્રજા ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર આ બે વર્ષમાં બળાત્કારના કેસમાં ૧૫ ટકાનો અને વિનયભંગના કેસમાં ૧૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

૨૦૧૧-’૧૨માં બળાત્કારના ૨૦૭ અને વિનયભંગના ૫૫૨ કેસ નોંધાયા હતા. ૨૦૧૧માં છેડતીના ૪૩૦ કેસ નોંધાયા હતા.

મહિલાઓ સામે થતા અત્યાચારના કેસોમાં મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા સ્થાને છે એમ નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા કહે છે. ૨૦૦૭થી ૨૦૧૧ સુધીના બળાત્કાર, વિનયભંગ અને છેડતીના કેસના આંકડામાં ઉત્તર પ્રદેશ બાદ બીજા નંબરે આંધþ પ્રદેશ છે; જ્યારે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. આ સમયગાળામાં ઉત્તર પ્રદેશમાં ૫૮,૧૨૦ લોકોની આવા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આંધþ પ્રદેશમાં ૪૨,૭૦૫ લોકોની ધરપકડ થઈ હતી. આ રાજ્યમાં બળાત્કારના કેસમાં ૭૬૯૨ લોકોની ધરપકડ થઈ હતી. મહારાષ્ટ્રમાં શારીરિક અત્યાચાર, વિનયભંગ અને છેડતીના કેસમાં પાંચ વર્ષમાં ૧૫,૩૪૧ લોકોની અને બળાત્કારના કેસમાં ૧૦,૩૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વરલીમાં ફિઝિયોથેરપિસ્ટ પર એસિડ-અટૅક હોય, બાંદરામાં વિદેશી યુવતી પર બળાત્કાર હોય કે પછી નજીક આવેલા થાણે જિલ્લાના ડોમ્બિવલી શહેરમાં યુવતીની છેડતીના કેસ હોય; મહિલાઓ હવે સલામતી અનુભવી રહી નથી. તેમની સામેના અત્યાચાર વધી રહ્યા છે. ૩ ડિસેમ્બરે ડોમ્બિવલીમાં એક યુવતીની છેડતી કરી રહેલા યુવાનોની સામે થયેલા સંતોષ વીંછીવોરા નામના ૧૯ વર્ષના કચ્છી યુવાનની હત્યા ૧૬ વર્ષના સગીરે તેના પાંચ સાથીઓ સાથે મળીને કરી હતી. પવઈમાં નવરાત્રિ વખતે છોકરીઓની છેડતી કરી રહેલા એક ગ્રુપની સામે થનારા ૧૯ વર્ષના એક યુવાનની હત્યા કરવામાં આવી હતી.

લેડી-કૉન્સ્ટેબલની ટીમ

મુંબઈપોલીસે હવે દરેક પોલીસ-સ્ટેશનમાં મહિલાઓ સામેના અત્યાચારના ગુનાઓમાં તપાસ કરવા માટે પાંચ મહિલા-કૉન્સ્ટેબલની ટીમ બનાવી છે. પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહ પણ શહેરમાં અપરાધો ઓછા કરવા માટે ‘મિશન મૃત્યુંજય’ નામનું અભિયાન ચલાવી રહ્યા છે.

20 December, 2012 03:06 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

`નાગિન 3` ફૅમ પર્લ વી પુરીને બળાત્કારના કેસમાં ૧૧ દિવસ બાદ મળ્યા જામીન

ટીવી અભિનેતા પર પાંચ વર્ષની છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ છે

15 June, 2021 06:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ફાઇવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે જન્મદિવસ ઉજવતી હતી આ અભિનેત્રી,પોલીસે કરી ધરપકડ

એક ફાઇવ સ્ટાર હોટલમાં બૉલિવૂડ અભિનેત્રી નેહલ શાહ પોતાનો જન્મદિવસ ઉજવતી હતી. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાનની રાતે હોટલમાં છાપેમારી કરી આ મામલે ખુલાસો કર્યો.

15 June, 2021 01:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુંબઇમાં મહિલા પોલીસકર્મી સાથે બળાત્કાર, ત્રણે લોકો વિરુદ્ધ FIR નોંધાઇ

સોમવારે જાહેર એક નિવેદનમાં, પોલીસે કહ્યું કે મુખ્ય આરોપીએ લગ્નના બહાને મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બળાત્કાર કર્યો અને મહિલાને બ્લેકમેલ કરવા માટેની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

15 June, 2021 01:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK