પહેલી જુલાઈથી આખા દેશમાં ત્રણ નવા કાયદા લાગુ થયા છે ત્યારે એના વિશે રાજ્ય પોલીસનાં વડાંએ ‘મિડ-ડે’ સાથે કરી વિગતવાર વાતચીત
મહારાષ્ટ્રનાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રશ્મિ શુક્લા.
મહારાષ્ટ્રનાં પહેલાં મહિલા DGP (ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ) રશ્મિ શુક્લાએ ભારતમાં લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કાયદા વિશે જણાવ્યું હતું કે એ માનવકેન્દ્રિત છે અને એનાથી લોકોને દંડ નહીં પણ ન્યાય મળશે.



