Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્ય સરકારનું ડબલ સ્ટાન્ડર્ડ

રાજ્ય સરકારનું ડબલ સ્ટાન્ડર્ડ

27 March, 2022 08:45 AM IST | Mumbai
Vinod Kumar Menon

એક બાજુ ૫૦૦ ચોરસ ફુટ કરતાં ઓછો કાર્પેટ એરિયા ધરાવતા ફ્લૅટના માલિકોને પ્રૉપર્ટી ટૅક્સમાંથી માફી અને બીજી બાજુ ધરખમ નૉન-ઍગ્રિકલ્ચર ટૅક્સની વસૂલી

રાજ્ય સરકારનું ડબલ સ્ટાન્ડર્ડ

રાજ્ય સરકારનું ડબલ સ્ટાન્ડર્ડ


એક તરફ રાજ્ય સરકાર મુંબઈ તેમ જ ઉપનગરોમાં ૫૦૦ ચોરસ ફુટ કરતાં ઓછો કાર્પેટ એરિયા ધરાવતા ફ્લૅટના માલિકોને પ્રૉપર્ટી ટૅક્સમાંથી માફી આપી રહી છે ત્યારે બીજી તરફ એ ફ્લૅટનું કદ ધ્યાનમાં લીધા વિના જ તમામ રહેણાક આઉટલેટ્સ પર ભારે એનએ (નૉન-ઍગ્રિકલ્ચર) ટૅક્સ લાદી રહી છે, જે સરકારનું બેવડું ધોરણ પ્રદર્શિત કરે છે. 
રહેણાક આઉટલેટ્સ ઉપરાંત રાજ્યના વેપારી અને ઔદ્યોગિક એકમો પર પણ એનએ ટૅક્સ લાદવામાં આવી રહ્યો છે, જેનો રાજ્યનાં વિવિધ કો-ઑપરેટિવ હાઉસિંગ ફેડરેશનો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન એનએ ટૅક્સ રાજ્યના સામાન્ય લોકો માટે ​ચિંતાનો વિષય બનતાં અનેક સંગઠનો અને ઍક્ટિવિસ્ટો એનએ ટૅક્સ સામેની લડતમાં એક થઈ રહ્યાં છે તથા મુંબઈ હાઈ કોર્ટમાં એનએ ટૅક્સ મનસ્વી અને ગેરબંધારણીય હોવાથી તેને નાબૂદ કરવાની માગણી સાથે જનહિતની અરજી પણ ફાઇલ કરવામાં આવી છે. આ અરજી પર ચોથી એપ્રિલે સુનાવણી કરવામાં આવશે. 
  મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ હાઉસિંગ ફેડરેશનના નિષ્ણાત ડિરેક્ટર અને પિટિશનનું પ્રતિનિધિત્વ કરતા ઍડ્વોકેટ શ્રીપ્રસાદ પરબે કહ્યું હતું કે ‘એક વાર ઍગ્રિકલ્ચર જમીનનો ઉપયોગ નૉન-ઍગ્રિકલ્ચર માટે કરવામાં આવે ત્યાર બાદ એ જમીન કોઈ કાળે ફરી ઍગ્રિકલ્ચર ઉપયોગમાં લઈ શકાતી નથી. આથી સરકાર દ્વારા લાદવામાં આવેલો એનએ ટૅક્સ મનસ્વી તેમ જ ગેરબંધારણીય છે તથા એ દૂર કરાવો જ જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2022 08:45 AM IST | Mumbai | Vinod Kumar Menon

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK