° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


મહારાષ્ટ્ર બોર્ડના દસમા-બારમાના વિદ્યાર્થીઓ પરીક્ષાની અનિશ્ચિતતાને લીધે જોરદાર ચિંતામાં

25 October, 2021 12:58 PM IST | Mumbai | Pallavi Smart

બીજા બોર્ડે તો પોતાની પૅટર્ન જાહેર કરી દીધી હોવાથી એના સ્ટુડન્ટ્સ એની તૈયારીમાં પણ લાગી ગયા છે, જ્યારે રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ છે દિશાહીન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ સિવાયના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. જોકે ચિંતાતુર મહારાષ્ટ્ર બોર્ડના વિદ્યાર્થીઓને ગયા વર્ષ જેવો પરીક્ષાઓ રદ થવાનો ભય લાગી રહ્યો છે, જ્યારે પરીક્ષાના સમયે જ કોરોનાની બીજી લહેર ત્રાટકતાં પરીક્ષાઓ રદ થઈ હતી.

કોરોનાકાળમાંથી બોધપાઠ લઈ રાજ્ય સિવાયનાં બોર્ડ્સ દ્વારા પરીક્ષાની પદ્ધતિ બદલી દેવામાં આવી. સ્થિતિની અનિશ્ચિતતાઓને પગલે બોર્ડની બે ટર્મ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું અને અભ્યાસક્રમ તેમ જ પેપર-પૅટર્ન પણ એ રીતે તૈયાર કરાયાં, જેથી જો બીજી પરીક્ષા ન યોજાઈ શકે તો ગયા વર્ષની જેમ ફૉર્મ્યુલા આધારિત પરિણામને બદલે ટર્મ એન્ડ પરીક્ષામાં વિદ્યાર્થીના પ્રદર્શનના આધારે પરિણામ જાહેર કરી શકાય. આ કારણે રાજ્ય સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓને સ્પષ્ટતા થઈ ગઈ છે અને તેથી તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. જોકે રાજ્ય બોર્ડમાં હજી પરીક્ષાની નીતિ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી, તે કારણે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયેલા છે.

ખારના એક શિક્ષક કહે છે, ‘આ શૈક્ષણિક વર્ષની શરૂઆતથી અમે તો બોર્ડ પાસેથી સ્પષ્ટતાઓ માગી રહ્યા છીએ. બોર્ડની પરીક્ષા વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાથી ભારે તનાવ સર્જાઈ રહ્યો છે.’

પોતાના મિત્રો એવા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરતા જોઈને રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓમાં તણાવ વધી રહ્યો છે.

ગોરેગામના એક વાલી રશ્મિ ઝા જણાવે છે, ‘ઘણા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં વધારે મહેનત કરીને સારું પ્રદર્શન કરવાની તૈયારી કરતા હોય છે, પણ તે તક છીનવાઈ ગઈ છે. જો અન્ય બોર્ડ પરીક્ષાની નીતિઓ બદલી શકે છે તો રાજ્યનું બોર્ડ કેમ નહીં?’

આ બાબતે રાજ્યના બોર્ડ તરફથી હજી કોઈ નિર્ણય ન લેવાયો હોવા છતાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શુક્રવારે આ અંગે મીટિંગ યોજાઈ હતી. આ અંગે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડના ચૅરમૅન દિનકર પાટીલે જણાવ્યું હતું કે અત્યાર સુધી તો દર વર્ષની જેમ જ આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ યોજવાનું આયોજન છે.

25 October, 2021 12:58 PM IST | Mumbai | Pallavi Smart

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દેશમુખ કેસ: EDએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેની છ કલાક પૂછપરછ કરે

સેન્ટ્રલ એજન્સીની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે કુંટેએ પત્રકારોને જણાવ્યું હતું કે “ઇડીએ મને અનિલ દેશમુખના કેસ અંગે કેટલીક માહિતી મેળવવા માટે બોલાવ્યો હતો. તદનુસાર, મેં તેમને માહિતી આપી છે.”

07 December, 2021 09:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: માદક પદાર્થ તસ્કરોએ વ્યક્તિ પર કર્યો હુમલો, બેની ધરપકડ

પીડિત નીલેશ કોંધલકરે સોમવારે વીબી નગર પોલીસ સ્ટેશન સંબંઘે કૉન્સ્ટેબલ સહિત ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

07 December, 2021 08:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુશ્કેલીમાં મલિક:બૉમ્બે HCએ જાહેર કરી નૉટિસ, વાનખેડે પરિવાર સામેના નિવેદનોનો કેસ

મલિક સતત આરોપ મૂકતા રહ્યા કે સમીર વાનખેડે ઇસ્લામ તરીકે જન્મ્યા, પણ તેમણે અનુસૂચિત જાતિના હોવાનો દાદોવ કરતા કેન્દ્ર સરકારની નોકરી મેળવી. તો વાનખેડે મલિકના આ આરોપોનું ખંડન કરી રહ્યા છે.

07 December, 2021 07:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK