° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


બીજેપીના વિધાનસભ્યોને લઈ જવા માટે સ્પેશ્યલ ફ્લાઇટ રેડી

22 June, 2022 09:02 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શિવસૈનિકોએ બળવો કર્યો છે એવા સમયે બીજેપીમાંથી વિધાનસભ્યો તૂટે નહીં એની તકેદારીના ભાગરૂપે બીજેપીએ મુંબઈ ઍરપોર્ટ પર સ્પેશ્યલ ફ્લાઇટ રેડી રાખી છે, તો અમદાવાદ પાસે એક આખો રિસૉર્ટ બુક કરી લીધો છે

ગઈ કાલે બીજેપીના મુખ્યાલયમાં વિધાનપરિષદની જીતને ઊજવી રહેલા મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ.

ગઈ કાલે બીજેપીના મુખ્યાલયમાં વિધાનપરિષદની જીતને ઊજવી રહેલા મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ.

ગુજરાત આવી ગયેલા શિવસૈનિકોએ માગણી કરી છે કે બીજેપીના સપોર્ટમાં શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવે. આવા સમયે ‌શિવસેના, કૉન્ગ્રેસ કે પછી નૅશનલ કૉન્ગ્રેસ કોઈ બીજેપીના વિધાનસભ્યો તરફ નજર ન કરે એવા હેતુથી બીજેપીએ મહારાષ્ટ્ર બીજેપીના ૧૦પ વિધાનસભ્યોને સલામત સ્થળે ખસેડવા માટે મુંબઈ ઍરપોર્ટ પર સ્પેશ્યલ ફ્લાઇટ રેડી રાખી છે. જો ઇમર્જન્સી જણાશે તો તાત્કાલિક બીજેપી પોતાના તમામ વિધાનસભ્યોને લઈને ગુજરાત પહોંચશે. ગુજરાતમાં પણ આ વિધાનસભ્યોને રહેવા માટેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
અમદાવાદ નજીક એક રિસૉર્ટ આ તમામ વિધાનસભ્યો માટે બુક કરવામાં આવ્યો છે તો તે તમામ વિધાનસભ્યો માટે બેઝિક કહેવાય એવી મોબાઇલ ફોનથી માંડીને ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો શિવસેના કે શરદ પવાર આ મામલે ઍક્ટ‌િવ થશે અને બીજેપીના વિધાનસભ્યો તોડવાનો પ્રયાસ કરે એવું બીજેપીને લાગશે તો આજે બીજેપી પોતાના તમામ વિધાનસભ્યોને તાત્કાલિક ગુજરાત શિફ્ટ કરશે.

22 June, 2022 09:02 AM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Breaking News: કૉર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી આપ્યું રાજીનામું

ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર સ્ટે મૂકવાની MVA સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત.

29 June, 2022 10:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

`સંભાજીનગર`ના નામે ઓળખાશે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર સરકારે બદલ્યું ઉસ્માનાબાદનું નામ

કેબિનેટે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટનું નામ બદલીને સ્વર્ગીય ડી.બી. પાટિલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ રાખવાને પણ સ્વીકૃતિ આપી દીધી છે.

29 June, 2022 07:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Maharashtra Political Crisis: આવતી કાલે જ બહુમતી સાબિત કરો, રાજ્યપાલનો CMને પત્ર

વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું

29 June, 2022 09:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK