Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડિનો મોરિયાના ઘરમાં પણ હાથસફાઈ કરી આવેલો સ્પૅનિશ છોકરીનો રેપિસ્ટ

ડિનો મોરિયાના ઘરમાં પણ હાથસફાઈ કરી આવેલો સ્પૅનિશ છોકરીનો રેપિસ્ટ

07 November, 2012 06:00 AM IST |

ડિનો મોરિયાના ઘરમાં પણ હાથસફાઈ કરી આવેલો સ્પૅનિશ છોકરીનો રેપિસ્ટ

ડિનો મોરિયાના ઘરમાં પણ હાથસફાઈ કરી આવેલો સ્પૅનિશ છોકરીનો રેપિસ્ટ






બાંદરાના પેરી ક્રૉસ રોડ પર આવેલા પેરિડોટ બિલ્ડિંગમાં ભાડાના ફ્લૅટમાં રહેતી ૨૭ વર્ષની સ્પૅનિશ મ્યુઝિશ્યનને લૂંટીને તેના પર બળાત્કાર કરવાની રવિવારે મધરાત પછી બનેલી ઘટનાના કેસમાં બાંદરા પોલીસે સતત તપાસ કરીને ફિલ્મ-ઍક્ટર ડીનો મોરિયાના ઘરમાં પણ ચોરી કરનાર રીઢા ચોર મોહમ્મદ બાદશાહ ઉર્ફે મોહમ્મદ ઇસ્માઇલ અન્સારીની ઘટનાને ૪૮ કલાક થાય એ પહેલાં જ ધરપકડ કરી છે. અન્સારીએ આ પહેલાં બાંદરા, ખાર અને ભાયખલામાં આ રીતની ઘણી ઘરફોડી કરી છે.


કેસની તપાસ કરી રહેલી બાંદરા પોલીસે આ માટે એ મહિલાએ આપેલા આરોપીના વર્ણન પરથી સ્કેચ તૈયાર કર્યો હતો અને તે સ્કેચ પોલીસ અને એના ઇન્ફૉર્મર્સને બતાવવામાં આવ્યો હતો. આ બાબતે વધુ માહિતી આપતાં બાંદરાના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ સુરેશ જી. મરાઠેએ કહ્યું હતું કે ‘આ ચકચારભર્યા કેસની તપાસ માટે અમે નવ ટીમ તૈયાર કરી હતી અને સખત તપાસ ચલાવી હતી. સ્કેચને મળતા આવતા ૨૪ જેટલા માણસોને પકડી લાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. અમે આ માટે રીઢા ગુનેગારોના રેકૉડ્ર્સ તપાસ્યા હતા. એ રેકૉર્ડ્સ ચેક કરતાં આખરે અમને મોહમ્મદ અન્સારી પર શંકા ગઈ હતી. અન્સારી આ પહેલાં પણ ઘરફોડીના કેસમાં પકડાયો હતો. તે પાઇપ વાટે બિલ્ડિંગમાં ચડવામાં કાબેલ છે. તે સાત માળ સુધી ચડી શકે છે અને બારી દ્વારા ફ્લૅટમાં ઘૂસે છે. તેની આ ખાસિયતોને કારણે અમને તેના પર શંકા ગઈ હતી. અમે રેકૉર્ડમાંનો તેનો ફોટો સ્પૅનિશ મહિલાને બતાવ્યો હતો. અન્સારીને તે મહિલાએ ઓળખી કાઢ્યો હતો. અમે ત્યાર પછી અન્સારીને તેના રે રોડના ઘરમાંથી પકડી લીધો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.’


ચોરી કરવા ગયેલા અન્સારીએ કઈ રીતે ચોરી કરી અને ત્યાર પછી મહિલા પર બળાત્કાર કર્યો એ બાબતે માહિતી આપતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘ત્રીજા માળે આવેલા ફ્લૅટમાં તેણે લિવિંગરૂમની બારીમાંથી સ્પૅનિશ મહિલાના ફ્લૅટમાં એન્ટ્રી લીધી હતી. એ બારીને લોખંડની ગ્રિલ નહોતી, માત્ર ગ્લાસની ફ્રેમ હતી જે તેણે સ્ક્રૂ-ડ્રાઇવરથી ખોલી નાખી હતી. તેને લિવિંગરૂમમાંથી માત્ર વિડિયો કૅમેરા અને ૧૦૦૦ રૂપિયાની કૅશ મળ્યાં હતાં. એ ચોરી લીધા પછી તેણે ચરસ ભરેલી સિગારેટ પણ પીધી હતી અને બેડરૂમમાં ગયો હતો. ત્યાં તેણે જોયું કે તે મહિલા સૂતી હતી. અવાજ થતાં તે મહિલા જાગી ગઈ હતી એટલે તેના પર રેપ કરવાના ઇરાદે તેને ડરાવવા ચૂપ કરવા અન્સારી કિચનમાંથી ચાકુ લઈ આવ્યો હતો અને તેને ડરાવી-ધમકાવી ચૂપ કરી તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર પછી તેણે ફરી જ્યારે ચરસ ભરેલી સિગારેટ સળગાવી ત્યારે તે મહિલા એ તક જોઈને બહાર દોડી ગઈ હતી, પણ અન્સારી તેને ફરી રૂમમાં લઈ આવ્યો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો અને અનૈસર્ગિક સેક્સ પણ કર્યું હતું. અન્સારીએ ત્યાર પછી મહિલાને ધમકાવતાં કહ્યું હતું અબ તુઝે દેખતા હૂં. થોડુંક હિન્દી જાણતી તે સ્પૅનિશ મહિલા આ સાંભળીને ગભરાઈ ગઈ હતી અને દોડીને બાથરૂમમાં જઈ અંદરથી દરવાજો લૉક કરી દીધો હતો. અન્સારીએ બાથરૂમનો દરવાજો ઠોકવા માંડ્યો ત્યારે તેણે બૂમાબૂમ કરી મૂકતાં તે નાસી છૂટ્યો હતો. અન્સારી ૪૫ મિનિટ સુધી એ ફ્લૅટમાં રહ્યો હતો.’

રીઢો ગુનેગાર

ઉત્તર પ્રદેશનો અન્સારી રીઢો ચોર છે. તે દારૂ અને ડ્રગ્સનું સેવન કરે છે. રે રોડમાં રહેતા અન્સારીએ બે મૅરેજ કર્યા છે. ડિનો મોરિયાના ઘરમાં ચોરી કરવાના થોડા દિવસ પહેલાં જ તેણે બીજાં લગ્ન કર્યા હતાં. બાંદરા, ખાર અને ભાયખલામાં ૩૫ જેટલા ઘરફોડીના કેસ તેની સામે નોંધાયેલા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2012 06:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK