° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


સાઉથ બૉમ્બે ઇઝ લાર્જર ધૅન રેસ્ટ ઑફ મુંબઈ

06 September, 2012 07:14 AM IST |

સાઉથ બૉમ્બે ઇઝ લાર્જર ધૅન રેસ્ટ ઑફ મુંબઈ

સાઉથ બૉમ્બે ઇઝ લાર્જર ધૅન રેસ્ટ ઑફ મુંબઈ

sejal-shahઅત્યારે હું અંધેરીમાં વીરા દેસાઈ રોડ પર રહું છું, પણ સાઉથ મુંબઈમાં લગભગ પચીસ વર્ષ રહી છું. સાઉથ મુંબઈમાં અમારું ઘર નેપિયન સી રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં હતું. એ મારાં મમ્મીનું ઘર છે. હવે અમે એ ઘર વેચીને કૅમ્પ્સ કૉર્નર રહેવા આવી ગયાં છીએ, પણ એ ઘર પણ જ્યૉગ્રાફિકલી તો સાઉથ મુંબઈ જ છે. મારા પેરન્ટ્સ કે પછી હું પણ સાઉથ મુંબઈ છોડીને ક્યારેય સબર્બમાં રહેવા વિશે વિચારતાં નહોતાં, પણ ઍક્ટિંગની કરીઅરના કારણે મારે નાછૂટકે અંધેરી શિફ્ટ થવું પડ્યું. જોેકે આજે પણ હું શૉપિંગ તો સાઉથ મુંબઈથી જ કરું છું. તમે બિલીવ નહીં કરો, પણ સાઉથ મુંબઈ અને સબર્બના શોરૂમની બ્રાન્ચમાં અલગ-અલગ પ્રોડક્ટ્સ જોવા મળતી હોય છે. ક્લોધિંગની વાત હોય કે પછી જ્વેલરીની વાત હોય, બન્નેની ડિઝાઇનમાં સ્પષ્ટ ફરક દેખાઈ આવે. સાઉથ મુંબઈની ડિઝાઇન જાજરમાન હોય છે, જ્યારે સબર્બની ડિઝાઇન ટ્રેન્ડી હોય છે. આ મારો આટલાં વષોર્નો જાતઅનુભવ છે.

સબર્બ કરતાં સાઉથ મુંબઈ મને વધુ શાંત લાગ્યું છે. ડે-ટાઇમની વાત જુદી છે. દિવસ દરમ્યાન અહીં ભાગદોડ ચાલતી રહે છે, પણ જેમ-જેમ દિવસ પૂરો થતો જાય એમ માણસની જેમ સાઉથ મુંબઈ પણ ઠંડું પડતું જાય છે. રાતના દસ વાગ્યા પછી અમુક એરિયા તો એવા શાંત પડી જાય કે કારનું હૉર્ન પણ માથામાં વાગે. સાઉથ મુંબઈની કેટલીક સોસાયટીએ તો સોસાયટીની બહાર ર્બોડ રાખ્યાં છે કે રાતે દસથી સવારના સાત વાગ્યા સુધી આ એરિયામાં હૉર્ન વગાડવું નહીં. આજે પણ મારાં મમ્મીનું ઘર અહીં છે એટલે મને આ ર્બોડની ખબર છે. સાઉથ મુંબઈની એક બીજી ખાસિયત એ છે કે એ વિશાળ છે. યુ કૅન સે લાર્જર ધૅન રેસ્ટ મુંબઈ. વરલી પછી તમે આગળ વધો એટલે તમને લિટરરી સાઉથ મુંબઈની લાર્જરનેસ દેખાવા લાગે. મોટાં ઘર, મોટા રસ્તા, મોટી ફૂટપાથ અને મોટાં બિલ્ડિંગો. મારા જેવા આ એરિયામાં મોટા થયેલાને તો સબર્બનો એરિયા સાઉથ મુંબઈનું બોન્સાઇ લાગે, બધું નાનું-નાનું કરી નાખવામાં આવ્યું હોય એવું. જ્યારે નવી-નવી અંધેરીમાં શિફ્ટ થઈ ત્યારે મને સબર્બમાં સફોકેશન થતું હતું.

સાઉથ મુંબઈ પાછા રહેવા જવું ચોક્કસ ગમે, પણ જો કામ માટે સબર્બમાં આવવાનું ન હોય તો. બાકી ટ્રાવેલિંગના કારણે થાકી જવાય. ઇનફૅક્ટ સી-લિન્કના કારણે હવે બહુ ટ્રાવેલ નથી કરવું પડતું, પણ અંધેરીથી ગોરેગામ કે જોગેશ્વરી સેટ પર જવા જેટલું કમ્ફર્ટેબલ પણ નથી એય હકીકત છે. ત્યાં રહેનારાઓ સાઉથ મુંબઈ છોડીને  વેસ્ટર્ન અને ઇસ્ટર્ન સબબ્ર્સમાં રહેવા જવા લાગ્યા છે એ હકીકત હોવા છતાં આજે સાઉથ મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટ આખા મુંબઈમાં સૌથી વધુ ઊંચી છે. એ ભાવમાં ઘર લેવાનું પણ હવે પોસાય એમ નથી. આ જ દેખાડે છે કે મુંબઈ ગમે એટલું ફેલાઈ જાય, સાઉથ મુંબઈનું ઇમ્ર્પોટન્સ તો એટલું જ રહેશે.  

06 September, 2012 07:14 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સીએમ ઠાકરેના જન્મદિવસે અદાણી અંબાણીએ `સામના` માં જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

27 July, 2021 06:28 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

JBIMS:૩જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ

બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.

27 July, 2021 06:21 IST | Mumbai | Partnered Content
મુંબઈ સમાચાર

આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

27 July, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK