Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઇરાઇઝ વિસ્તારોમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં થયો ચારગણો વધારો

હાઇરાઇઝ વિસ્તારોમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં થયો ચારગણો વધારો

27 December, 2021 11:12 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

કોલાબા, મલબાર હિલ, વરલી, બાંદરા-વેસ્ટ અને અંધેરી-વેસ્ટમાં કોરોના સંક્રમિતનો આંકડો બહુ ઝડપથી વધ્યો : લાંબા સમયથી એક પણ કેસ વગરના ધારાવીમાં પણ કેસ વધ્યા : સુધરાઈના અધિકારીઓ આ માટે ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં થયેલા વધારાને જવાબદાર ગણે છે

કુર્લા ટર્મિનસમાં પૅસેન્જરોના સ્વૅબના નમૂનાઓ લેતો હેલ્થવર્કર (તસવીર : સમીર માર્કન્ડે)

Coronavirus

કુર્લા ટર્મિનસમાં પૅસેન્જરોના સ્વૅબના નમૂનાઓ લેતો હેલ્થવર્કર (તસવીર : સમીર માર્કન્ડે)


મુંબઈમાં કોરોનાના કેસ એક મહિનામાં જ બમણા થઈ ગયા છે. એક તરફ ઓમાઇક્રોન અને ત્રીજી લહેરનો ખતરો છે તો બીજી તરફ શહેરના અમુક હાઇરાઇઝ વિસ્તારોમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં ત્રણથી પાંચગણાનો વધારો થયો છે. કોલાબા, મલબાર હિલ, વરલી, બાંદરા-વેસ્ટ અને અંધેરી-વેસ્ટ જેવા વિસ્તારોમાં આવેલા હાઇરાઇઝમાં કેસમાં સારોએવો વધારો જોવા મળ્યો છે. લાંબા સમયથી એક પણ કેસ વગરના ધારાવીમાં પણ કેસ વધ્યા છે.  જે લોકો વિદેશપ્રવાસ કરીને આવ્યા હોય એવા સંક્રમિત લોકોની સંખ્યા હાઇરાઇઝમાં વધુ છે. ૧૮થી ૨૪ ડિસેમ્બર વચ્ચે શહેરમાં ૨૭૨૮ કેસ નોંધાયા છે તો ૧૮થી ૨૪  નવેમ્બર વચ્ચે આ આંક ૧૩૮૩ હતો. 

ધારાવીમાં વધ્યા કેસ



ડિસેમ્બર મધ્ય સુધી ઝીરો કેસ ધરાવતા ધારાવીમાં પણ અચાનક કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. અહીં ૧૮થી ૨૪ ડિસેમ્બર વચ્ચે ૧૬ કેસ મળ્યા છે જે ગયા મહિને આ જ સમયગાળા દરમ્યાન ચાર હતા. જી-નૉર્થ વૉર્ડના અધિકારીએ કહ્યું હતું કે ‘ધારાવીમાં ઓમાઇક્રોનનો એક કેસ મળ્યો હતો. ત્યાર બાદ ટ્રેસિંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2021 11:12 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK