° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


અજિત પવારના મોબાઇલ નંબરથી ખંડણી માગવા બદલ છ જણ પકડાયા

15 January, 2022 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓએ ઍપના ઉપયોગથી નાયબ મુખ્ય પ્રધાનના મોબાઇલ નંબરથી કૉલ કરીને પુણેના બિલ્ડર પાસે ૨૦ લાખ રૂપિયા માગેલા

અજિત પવાર

અજિત પવાર

પુણેના એક મોટા બિલ્ડરને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ધમકી આપવાની સાથે ૨૦ લાખ રૂપિયાની ખંડણી માગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ કોઈક ઍપના ઉપયોગથી અજિત પવારના નામે ફોન કર્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ બંડગાર્ડન પોલીસે છ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ‘બિલ્ડરને તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો પર્સનલ અસિસ્ટન્ટ બોલી રહ્યો હોવાનું કહેતો એક ફોન આવ્યો હતો. આવી જ રીતે બિલ્ડરને ૧૩ જાન્યુઆરીથી સતત અજિત પવારના નામે ધમકી આપવાની સાથે ખંડણી માગવાના ફોન આવતાં તેણે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જણાયું હતું કે ઍપના ઉપયોગથી અજિત પવારના મોબાઇલ નંબર દ્વારા આરોપીઓ બિલ્ડરને ફોન કરતા હતા.’ 
નાયબ મુખ્ય પ્રધાનનો પર્સનલ અસિસ્ટન્ટ કોઈને ધમકી ન આપે કે પુણેમાં મોટું નામ કહેવાય એવા બિલ્ડર પાસેથી ૨૦ લાખ રૂપિયા જેટલી મામૂલી રકમની ખંડણી ન માગે એથી પોલીસે તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે કેટલાક લોકો બિલ્ડરની પાછળ પડ્યા છે. આથી ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું. બિલ્ડર પાસેથી બે લાખ રૂપિયા સ્વીકારતી વખતે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ફેક કૉલ ઍપ્લિકેશનની મદદથી આરોપીઓ નાયબ મુખ્ય પ્રધાનના સ્ટાફ હોવાનું બોલીને ફોન કરતા હતા. નવનાથ ચોરમાલે, સૌરભ કાકડે, સુનીલ વાઘમારે, કિરણ કાકડે, ચૈતન્ય વાઘમારે અને આકાશ નિકાળજેની ધમકી આપવાની સાથે ખંડણી માગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે ફરિયાદી બિલ્ડરે ૧૯૯૭માં આરોપી નવનાથ ચોરમાલેના પિતા પાસેથી એક પ્લૉટ ખરીદ્યો હતો. તાજેતરમાં આરોપી નવનાથે બિલ્ડર પાસે વળતરની માગણી કરી હતી. તેણે બીજા આરોપીઓને આ બાબતે જાણ કરતાં તેમણે અજિત પવારના સ્ટાફના નામે ખંડણી માગી હતી.

15 January, 2022 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર

‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મારા ખબરઅંતર પૂછવા માટે મને ફોન કર્યો હતો. તેમની શુભેચ્છા બદલ હું તેમનો આભારી છું.’

25 January, 2022 08:01 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

NCPના વડા શરદ પવાર Covid-19 પૉઝિટીવ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) વડા શરદ પવાર (Sharad Pawar) કોરોના પોઝિટિવ (Covid-19 Positive) હોવાનું જાણવા મળ્યું છે. ટ્વીટ કરીને તેણે પોતાને ચેપ લાગ્યો હોવાની માહિતી આપી છે.

24 January, 2022 04:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

NCPના આ સાંસદે કર્યો નથુરામ ગોડસેનો રોલ, માથે તવાઇ તોળાઇ, આપવી પડી ચોખવટ

અમોલ કોલ્હે, જે હાલમાં NCPના સાંસદ છે, તેમણે આ ફિલ્મમાં નાથુરામ ગોડસેનું પાત્ર ભજવ્યું હતું. કોલ્હે શિરુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજ્યમાં પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે

21 January, 2022 05:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK