Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત ફસાયો ડ્રગ્સ કેસમાં, બેંગ્લોરમાં પોલીસે કરી અટકાયત

શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત ફસાયો ડ્રગ્સ કેસમાં, બેંગ્લોરમાં પોલીસે કરી અટકાયત

13 June, 2022 11:58 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિદ્ધાંત કપૂર (Siddhanth kapoor)પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધો હતો. 

સિદ્ધાંત  કપૂર

સિદ્ધાંત કપૂર


બૉલિવૂડ અભિનેતા શક્તિ કપૂર (Shakti Kapoor)ના પુત્ર અને શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor)ના ભાઈને લઈ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીના ભાઈને પોલીસે બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો છે. સિદ્ધાંત કપૂર (Siddhanth kapoor)પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધો હતો. 

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઉછરેલો ડ્રગનો મામલો દરરોજ ચર્ચામાં રહે છે. આ મામલે અત્યાર સુધી ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે. આ સાથે જ તેમની બીજી પુણ્યતિથિ પહેલા આ મામલો ફરી એકવાર ગરમાયો છે.



મળતી માહિતી મુજબ ડ્રગ્સના કેસમાં ફસાયેલા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને પોલીસે બેંગ્લોરથી અટકાયતમાં લીધો છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો બેંગ્લોરના એમજી રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે દરોડો પાડીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.



બાતમીના આધારે પોલીસે એમજી રોડ પરની એક હોટલમાં દરોડો પાડ્યો હતો જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ડ્રગ્સના સેવનના શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલ્યા હતા. તપાસમાં પોઝિટિવ મળી આવેલા છ લોકોમાં શ્રદ્ધા કપૂરના ભાઈના સેમ્પલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે તેણે ડ્રગ્સનું સેવન કર્યા બાદ પાર્ટીમાં આવ્યા કે પછી હોટલમાં જ તેનું સેવન કર્યું.

તે જ સમયે, જ્યારે ડ્રગ્સ કેસમાં પુત્ર સિદ્ધાંત કપૂરનું નામ સામે આવ્યું ત્યારે બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સોમવારે તેમના પુત્રને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યાના સમાચાર પછી એક વેબસાઇટ સાથે વાત કરતા શક્તિ કપૂરે કહ્યું, "હું માત્ર એક જ વાત કહી શકું છું - તે શક્ય નથી".

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2022 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK