° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


સેના યુપીમાં અયોધ્યા અને મથુરાની બેઠક પર ચૂંટણી લડીને બીજેપીને ફેંકશે પડકાર

14 January, 2022 09:12 AM IST | Mumbai | Dharmendra Jore

અયોધ્યાના રામમંદિર કૅમ્પેનના એક માત્ર નિર્માણકર્તા હોવાનો દાવો કરતા બીજેપી પર સતત પ્રહાર કરતી શિવસેના ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંભવત

સંજય રાઉત (ફાઈલ ફોટો)

સંજય રાઉત (ફાઈલ ફોટો)


મુંબઈ : અયોધ્યાના રામમંદિર કૅમ્પેનના એક માત્ર નિર્માણકર્તા હોવાનો દાવો કરતા બીજેપી પર સતત પ્રહાર કરતી શિવસેના ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંભવતઃ અયોધ્યાથી ઊભા રહેનારા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પડકારશે. ​િશસેના રાજ્યમાં ૫૦-૧૦૦ બેઠકો પરથી લડવાનો આશય ધરાવે છે.
શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પક્ષ યાત્રાધામ મથુરાથી પ્રચારકાર્યનો પ્રારંભ કરશે. સેનાએ એક વર્ષ સુધી દિલ્હીની સરહદો પર આંદોલન ચલાવનારા કિસાન નેતા રાકેશ ટિકૈતનો પણ અભિપ્રાય લીધો હતો.
સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘શિવસેનાએ અયોધ્યામાં રામમંદિર 
માટે ભારે સંઘર્ષ વેઠ્યો છે. અયોધ્યા સંઘર્ષનો પ્રારંભ અમે કર્યો હતો ત્યારે અન્યોએ એ માટેનું શ્રેય ન લેવું 
જોઈએ. અમે અયોધ્યા અને મથુરાથી ચૂંટણી લડીશું.’
સેના-અયોધ્યા જોડાણ
શિવસેનાએ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ જીત કબજે કરી શકી નહોતી. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતાં પહેલાં અને પછી અયોધ્યાની મુલાકાત લીધી હતી અને અયોધ્યા કૅમ્પેનને સફળ બનાવવાના બીજેપીના દાવાને દર વખતે પડકાર્યો હતો.
સેનાએ હંમેશાં બીજેપીને બાબરી મસ્જિદ તોડી પાડવામાં બાળ ઠાકરેની અગ્રેસર ભૂમિકાની યાદ દેવડાવી છે. બીજેપી ધ્વંસ બાદ શિક્ષાત્મક કાર્યવાહીથી ડરતું હતું, એવો આક્ષેપ સેના સતત કરતી આવી છે.

14 January, 2022 09:12 AM IST | Mumbai | Dharmendra Jore

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ઉદ્ધવ ઠાકરેના શાબ્દિક હુમલા બાદ દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો હુમલો

કહ્યું કે અમે તો વંદનીય બાળાસાહેબ ઠાકરેનું અભિમાન સાથે અભિવાદન કરીએ છીએ, પણ તમે સત્તા માટે જેની સાથે પલાંઠીવાળીને બેઠા છો એ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીએ તો શિવસેના સુપ્રીમોની જન્મજયંતીએ એક ટ્વીટ સુદ્ધાં ન કર્યું, આને કહેવાય લાચારી

25 January, 2022 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રાજકીય લાભ માટે હિંદુત્વનો ઉપયોગ કરનાર BJP સાથે શિવસેનાએ 25 વર્ષ બગાડ્યા

પાર્ટીના સ્થાપક અને તેમના પિતા બાલ ઠાકરેની 96મી જન્મજયંતિ પર શિવસૈનિકોને ડિજીટલી સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું

24 January, 2022 01:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બાળ ઠાકરે જો આજે હોત તો શું થાત અને શું ના થાત...

બાળાસાહેબ હોત તો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને ફટકાર્યા હોત એવા સંજય રાઉતના નિવેદનના જવાબમાં બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે તેઓ હોત તો મહાવિકાસ આઘાડી થવા જ ન દેત

24 January, 2022 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK