Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના નગરસેવકે પોતાની જ પાર્ટીના સંસદસભ્યને કરેલી ટોણો મારતી બર્થ-ડ

શિવસેનાના નગરસેવકે પોતાની જ પાર્ટીના સંસદસભ્યને કરેલી ટોણો મારતી બર્થ-ડ

05 February, 2021 09:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના નગરસેવકે પોતાની જ પાર્ટીના સંસદસભ્યને કરેલી ટોણો મારતી બર્થ-ડ

શિવસેનાના નગરસેવકે પોતાની જ પાર્ટીના સંસદસભ્યને કરેલી ટોણો મારતી બર્થ-ડ


કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ત્યાં એક બૅનર જબરદસ્ત ચર્ચાનો વિષય બન્યું છે. વાત જરા એમ છે કે શિવસેનાના કલ્યાણ લોકસભા સીટના સંસદસભ્ય શ્રીકાંત શિંદેના જન્મદિવસ પ્રસંગે તેમની જ પાર્ટીના કૉર્પોરેટર મલ્લેશ શેટ્ટીએ બૅનરમાં હટકે શુભેચ્છાઓ પાઠવી છે. શુભેચ્છા આપતા બૅનરમાં મલ્લેશ શેટ્ટીના નામ સાથે લખવામાં આવ્યું છે કે ‘ખાસદાર તો દિલદાર હે... લેકિન કુછ ચમચોં સે લોગ પરેશાન હૈ.’

આ બૅનરને લીધે કલ્યાણ-ડોમ્બિવલીની રાજનીતિમાં સારોએવો ગરમાટો આવી ગયો છે. અત્યારે આ બૅનર સોશ્યલ મીડિયામાં સારુંએવું વાઇરલ થયું છે. કલ્યાણમાં જ્યાં આ બૅનર લગાવવામાં આવ્યું છે એની નજીક કૉર્પોરેટર મલ્લેશ શેટ્ટીની ઑફિસ આવેલી છે. આ નેટિવલી નાકા પરથી રોજ હજારો વાહનો મુંબઈ, નાશિક અને પુણે તરફ જાય છે.



જોકે નવાઈની વાત એ છે કે આ બાબતે કૉર્પોરેટર મલ્લેશ શેટ્ટી સાથે વાત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ બૅનર સાથે મારું કંઈ લાગતુંવળગતું નથી અને એ મારી પાર્ટીના બીજા કાર્યકરોએ લગાવ્યું હોઈ શકે. જોકે સંસદસભ્યને આવી રીતે બર્થ-ડે વિશ કરવામાં આવી હોવાથી અત્યારે તો આ બૅનરને હટાવી નાખવામાં આવ્યું છે.


આ વિશે શિવસેનાના સંસદસભ્ય શ્રીકાંત શિંદે સાથે વાત કરતાં તેમણે આ વિષય પર બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે આ બૅનર જેમણે લગાવ્યું છે તેમનો તમે સંપર્ક કરો.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2021 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK