° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


હું ચુપ છું અને રહીશ, મારા બાળકોની પ્રાઈવસી પર આંચ ના આવવી જોઈએ શિલ્પા શેટ્ટી

02 August, 2021 04:46 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલ શિલ્પા શેટ્ટી મુશ્કલ સમયમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન તેમનુ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ મામલે ધરપકડ થયા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. હાલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા જેલમાં છે. તેવામાં શિલ્પા શેટ્ટી પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે અને તેને લઈ વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આટલું જ નહીં હવે શિલ્પાને આ બધી બાબતોને લઈ ટ્રોલર્સનો સામનો પણ કરવો પડી રહ્યો  છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી નિવેદન આપ્યું છે. 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કહ્યું કે તે અત્યાર સુધી ચુપ હતી અને આગળ પણ ચુપ જ રહેશે. સમયની સાથે સાથે સત્ય જાતે જ બહાર આવશે. 

શિલ્પા શેટ્ટીએ ટ્વિટ પર માય સ્ટેટમેન્ટ કરી એક પોસ્ટ લખી છે. જેમાં તેણીએ કહ્યું છે કે, "છેલ્લા કેટલાય દિવસો ખુબ  મુશ્કેલ રહ્યાં છે. કેટલીય અફવાઓ અને આક્ષેપો અમારા પર થઈ રહ્યાં છે.  મીડિયા અને મારા શુભચિંતકોએ કેટલીક વાતો કહી છે. મને જ નહીં પરંતુ મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલ કરવામાં આવી રહ્યાં છે. મારો સ્ટેન્ડ એ છે કે અત્યાર સુધી હું કંઈ જ બોલી નહોતી અને આ મામલે હું આગળ પણ કંઈ નહીં બોલુ, હું ચુપ જ રહેવાની છુ, તો મારા નામ પર ખોટી વાતો ના ફેલાવો." 
 

તેમણે વધુમાં કહ્યું કે, "એક સેલિબ્રિટી તરીકે મારી ફિલોસોફી છે, કે ક્યારેય  ફરિયાદ ન કરો અને ક્યારેય સ્પષ્ટતા ન આપો. હું બસ એજ કહીશ તે હાલ તપાસ શરૂ છે. મને મુંબઈ પોલીસ અને ભારત ન્યાયલય પર પુરો વિશ્વાસ છે. એક પરિવાર તરીકે અમે કાનુની મદદ લઈ રહ્યાં છીએ. પરંતુ ત્યાં સુધી હું તમને અપીલ કરું છુ કે ખાસ કરીને મારા બાળકો માટે અમારી પ્રાઈવસીનું સન્માન રાખો. તેમજ અધુરી માહિતી સાંભળી સત્ય જાણ્યા વગર કોમેન્ટ કરવાનું બંધ કરો." 

આ પણ વાંચોઃ Porn Film case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને રાજ કુન્દ્રાના લેપટોપમાંથી 68 પોર્ન ફિલ્મ મળી


અંતમાં શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, "હું કાનુનનું પાલન કરનારી અને છેલ્લા 29 વર્ષથી કામ કરનારી પ્રોફેશન મહિલા છું.  લોકોએ મારા વિશ્વાસ કર્યો છે અને મે ક્યારેય કોઈને ભરોસો તોડ્યો નથી. આવી સ્થિતિમાં હું તમામને નિવેદન કરું છું કે મારા પરિવાર અને મારી પ્રાઈવસીનું સન્માન થાય અને આ સમયમાં અમને એકલા છોડી દો.અમારે મીડિયા ટ્રાઈલની જરુર નથી. કૃપા કરીને કાનુનને તેમનુ કામ કરવા દો, સત્ય મેવ જયતે."

 

02 August, 2021 04:46 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK