Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મનોચિકિત્સકે પોલીસને કહ્યું કે સુશાંત સતત ડૉક્ટર્સ બદલતો, દવાઓ ન લેતો

મનોચિકિત્સકે પોલીસને કહ્યું કે સુશાંત સતત ડૉક્ટર્સ બદલતો, દવાઓ ન લેતો

21 July, 2020 11:45 AM IST | Mumbai
Faizan Khan

મનોચિકિત્સકે પોલીસને કહ્યું કે સુશાંત સતત ડૉક્ટર્સ બદલતો, દવાઓ ન લેતો

સુશાંત સિંહ રાજપુત

સુશાંત સિંહ રાજપુત


સુશાંત સિંહ રાજપુતની (Sushant Singh Rajput) આત્મહત્યાના કેસમાં બાન્દ્રા પોલીસે ત્રણ મનોચિકિત્સક અને એક મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોથેરાપિસ્ટનાં સ્ટેમેન્ટ લીધા છે. એક જાણીતી હૉસ્પિટલનાં સિનિયર મનોચિકિત્સકે પોલીસના સ્ટેમેન્ટમાં એ વાતને પુષ્ટિ આપી છે કે સુશાંત સિંહ રાજપુત બાયપોલર ડિસઓર્ડરથી (Bipolar Disorder) પિડાતો હતો. જો કે અન્ય મનોચિકત્સક અને મનોવૈજ્ઞાનિકોએ આવી કોઇ સ્પષ્ટતા નથી કરી અને માત્ર એમ કહ્યું છે કે તેની જિંદગીમાં બહુ તાણ હતી પણ તેઓ તેના ડિપ્રેશનની પાછળનું કોઇ નક્કર કારણ ન આપી શક્યા. ડૉક્ટર્સે કહ્યું કે સુશાંત  તેમણે આપેલી દવાઓ પણ નિયમિત રીતે લેતો નહોતો અને તેણે માંડ બે કે ત્રણ વાર તેમને કન્સલ્ટ કર્યા હતા.

બાન્દ્રા પોલીસે જણાવ્યા અનુસાર સુશાંતે નવેમ્બર 2019થી ત્રણ મનોચિકિત્સકનો સંપર્ક કરી સારવાર લેવાનો પ્રયાસ કર્યો હતો. તેને ડિપ્રેશન હોવાની ખબર પડતાં તેને દવાઓ આપવામાં આવી પણ તેણે એક કે બે મહીના દવાઓ લઇ તે લેવાનું બંધ કરી દીધું હતું. જે સિનિયર સાયક્યાટ્રિસ્ટ – મનોચિકિત્સકને તેણે છેલ્લે કન્સલ્ટ કર્યા હતા તેમના મતે સુશાંતને બાયપોલર ડિસઓર્ડર હતો. એક સિનિયર અધિકારીએ નામ જણાવ્યું કે  “એક્ટર દર બે ત્રણ વિઝીટ પછી ડૉક્ટર બદલી નાખતો. જે ડૉક્ટર પાસે એ છેલ્લે ગયો હતો તેમણે પણ તેને દવાઓ આપી હતી અને બે મહીના દવા લઇ તેણે એ બંધ કરી દીધી હતા. લૉકડાઉન દરમિયાન તેણે મનોચિકિત્સકને ફોન કર્યો હતો અને કન્સલ્ટેશન લીધું હતું પણ તેણે તેમની સલાહ નહોતી અનુસરી.” ઝોન – નવનાં ડીસીપી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું કે બાન્દ્રા પોલીસે ત્રણેય મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિકના સ્ટેટમેન્ટ નોંધ્યા છે. નવેમ્બર 2019માં સુશાંતે જાણીતા સાયકોથેરાપિસ્ટનો સંપર્ક કર્યો હતો જે બ્રિટીશ નાગરિકત્વ ધરાવે છે પણ ભારતમાં પ્રેક્ટિસ કરે છે. સુત્રો અનુસાર, “સુશાંતે સાયકોથેરાપિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિકની ત્રણ વાર મુલાકાત લીધી હતી અને તેમના સેશન્સ પણ અટેન્ડ કર્યા હતા. આવી માનસિક સ્થિતિ હોય તો તેને યોગ્ય મેડિકલ સારવારની જરૂર હોય છે અને કેટલીક દવાઓ લગભગ નવથી અગિયાર મહીના સુધી લેવી પડે છે. અમુક કિસ્સાઓમાં તો આખી જિંદગી દવાઓ લેવી પડે છે પણ સુશાંતને જ્યારે થોડું સારું લાગવા માંડ્યું પછી તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું.” એક મનોચિકિત્સકે પણ સુશાંતની દવા લેવાની અનિયમિતતા અંગે પોલીસને સ્ટેમેન્ટ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 11:45 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK