Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૂરપાટ આવી રહેલી કારની ટક્કર લાગવાથી સિનિયર સિટિઝનનું મોત, આરોપીની ધરપકડ

પૂરપાટ આવી રહેલી કારની ટક્કર લાગવાથી સિનિયર સિટિઝનનું મોત, આરોપીની ધરપકડ

20 January, 2022 09:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના મંગળવારે બપોરે બોરીવલી (ઇસ્ટ)માં મેટ્રો મૉલ નજીક બની હતી

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પૂરપાટ વેગે ધસી આવતી કારની ટક્કર લાગતાં ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું. આ ઘટના મંગળવારે બપોરે બોરીવલી (ઇસ્ટ)માં મેટ્રો મૉલ નજીક બની હતી. વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે.
ખાનગી કંપનીમાં કામ કરતો આતિફ અન્સારી થાણેના તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની કારની વૃદ્ધ ગોકુલ ગણપત શિમ્પીને ટક્કર લાગી હતી. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયા હતા. આઇપીસીની કલમ ૩૦૪-એ સહિતની કલમો હેઠળ આતિફ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK