° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


સિનિયર સિટિઝનો ધ્યાન રાખજો, દિવાળી ક્યાંક હોળી ન બની જાય

25 October, 2021 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વૅક્સિનના બન્ને ડોઝ લેનારા વડીલોને કોરોનાનું વધુ જોખમ : મહારાષ્ટ્રમાં કોવિડના સૌથી વધારે કેસ નોંધાયા છે એ પુણે જિલ્લામાં ૨૬,૧૪૮ લોકોને વૅક્સિનેશન બાદ સંક્રમણ થયું

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે ત્યારે નિષ્ણાતો દ્વારા દિવાળી બાદ ત્રીજી લહેર આવવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ગણેશોત્સવ અને નવરાત્રિ હેમખેમ પસાર થઈ ગઈ છે, પરંતુ આપણા સૌથી મોટા તહેવાર દિવાળીમાં મોટા પ્રમાણમાં લોકો ઘરોની બહાર નીકળવાની સાથે કેસ ઘટવાથી પ્રતિબંધો ઓછા થયા છે એટલે પણ મોટી સંખ્યામાં લોકો એકથી બીજા સ્થળે જવા માંડ્યા છે. મહારાષ્ટ્રમાં પુણે શહેર અને જિલ્લામાં કોરોનાના સૌથી વધુ ૧૧,૫૦,૭૪૩ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી ૧,૧૭,૫૮,૪૮૬ લોકોનું વૅક્સિનેશન થઈ ગયું છે. વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ ૨૬,૧૪૮ લોકોને કોરોનાનું ફરી સંક્રમણ થયું છે, જેમાં મોટા ભાગના સિનિયર સિટિઝનો હોવાનું સામે આવ્યું છે. આથી દિવાળીના તહેવારમાં વૃદ્ધોએ સાવધાન રહેવાની જરૂર છે. એમએનએસના નેતા રાજ ઠાકરેના પરિવારમાં પણ ફુલ્લી વૅક્સિનેટેડ હોવા છતાં ફરી કોરોનાએ આક્રમણ કર્યું હોવાથી તેઓ મમ્મી અને બહેન સાથે અત્યારે આઇસોલેશનમાં છે.

નિષ્ણાતો અને ડૉક્ટરો સલાહ આપે છે કે વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ કોઈ પણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. આથી કોઈએ આ મામલે બેદરકાર ન રહેવું. જોકે વૅક્સિન લીધી હોય એવા કોરાના સંક્રમિત મોટા ભાગના લોકોને માઈલ્ડ અસર રહે છે એટલે મોટા ભાગે હૉસ્પિટલમાં ઍડ્‌મિટ થવાની જરૂર નથી રહેતી. આમ છતાં બીમાર કે મોટી ઉંમરની વ્યક્તિની ઇમ્યુનિટી ઓછી હોવાથી તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

પુણે શહેર અને જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરાનાએ પહેલી અને બીજી લહેરમાં હાહાકાર મચાવ્યો છે. અહીં અત્યાર સુધી ૧૧,૫૦,૭૪૩ લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે અને એમાંથી ૧.૭ ટકાના દરે ૧૯,૫૨૯ લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યા છે. અહીં અત્યારે ૩,૯૪૧ ઍક્ટિવ કેસ છે.

કોરોનાની વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ મોટા ભાગના લોકો બેફિકર બની ગયા હોવાથી તેઓ માસ્ક નથી પહેરતા. આને લીધે તેઓ ફરી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વૅક્સિનનો પહેલો ડોઝ લેનારા ૦.૧૯ ટકા લોકો તો બન્ને ડોઝ લેનારા ૦.૨૬ ટકા લોકોને કોરોનાનું ફરી સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ટકાવારી જોકે નગણ્ય છે, પરંતુ દિવાળીના તહેવારમાં ગાફેલ રહીશું તો મોટા પ્રમાણમાં લોકો ફરી કોરોનાની ચપેટમાં આવવાની શક્યતા નકારી ન શકાય. ગઈ કાલ સુધીમાં પુણે શહેર અને જિલ્લામાં મળીને ૨૬,૧૪૮ લોકો વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ ફરી સંક્રમિત થયા હતા.

25 October, 2021 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દેશમુખ કેસ: EDએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેની છ કલાક પૂછપરછ કરે

સેન્ટ્રલ એજન્સીની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે કુંટેએ પત્રકારોને જણાવ્યું હતું કે “ઇડીએ મને અનિલ દેશમુખના કેસ અંગે કેટલીક માહિતી મેળવવા માટે બોલાવ્યો હતો. તદનુસાર, મેં તેમને માહિતી આપી છે.”

07 December, 2021 09:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: માદક પદાર્થ તસ્કરોએ વ્યક્તિ પર કર્યો હુમલો, બેની ધરપકડ

પીડિત નીલેશ કોંધલકરે સોમવારે વીબી નગર પોલીસ સ્ટેશન સંબંઘે કૉન્સ્ટેબલ સહિત ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

07 December, 2021 08:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મુશ્કેલીમાં મલિક:બૉમ્બે HCએ જાહેર કરી નૉટિસ, વાનખેડે પરિવાર સામેના નિવેદનોનો કેસ

મલિક સતત આરોપ મૂકતા રહ્યા કે સમીર વાનખેડે ઇસ્લામ તરીકે જન્મ્યા, પણ તેમણે અનુસૂચિત જાતિના હોવાનો દાદોવ કરતા કેન્દ્ર સરકારની નોકરી મેળવી. તો વાનખેડે મલિકના આ આરોપોનું ખંડન કરી રહ્યા છે.

07 December, 2021 07:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK