Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘તારક મહેતા...’ની બબીતાજી ઉર્ફ મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટે આપી રાહત

‘તારક મહેતા...’ની બબીતાજી ઉર્ફ મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટે આપી રાહત

18 June, 2021 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીવી અભિનેત્રી મુનમુન દત્તા પર ચાર રાજ્યોમાં કેસ કરવામાં આવ્યા હતા, આ તમામ કેસ પર સ્ટે મુકવામાં આવ્યો છે

મુનમુન દત્તાની ફાઈલ તસવીર

મુનમુન દત્તાની ફાઈલ તસવીર


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા (Munumun Dutta)એ ગત મહિને એક વીડિયોમાં દલિત સમાજના જાતિવાચક શબ્દનો કેઝ્યુઅલી અપશબ્દની માફક ઉપયોગ કર્યો હતો. જેને લીધે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ મુનમુન વિરુદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કેસ કરવામાં આવ્યો હતો. આ તમામ કેસ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુક્યો છે અને અભિનેત્રીને રાહત આપી છે.

થોડાક સમય પહેલાં મુનમુન દત્તાએ યુટ્યુબ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે મેકઅપને લઈને વાત કરી રહી હતી. જોકે તેણે આ વીડિયોમાં એક શબ્દ ખોટો વાપર્યો હતો, જેનાથી દલિત જાતિના લોકોની લાગણી દુભાય હતી. આથી લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેને જેલભેગી કરવા માટેનો ટ્રેન્ડ કર્યો હતો. પરંતુ બાદમાં અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોની માફી માંગી હતી અને સ્પષ્ટતા પણ કરી હતી કે તેનો ઉદ્દેશ કોઈ જાતિના લોકોની લાગણી દુભાવવાનો નહોતો. તેણે બાદમાં એ વીડિયોમાં એડિટીંગ પણ કર્યું હતું.



માફી માંગતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું કે, ‘હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે બધાની 


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK