Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાળ કપાવવાના પૈસા હવે તમારી ટાલ પાડશે

વાળ કપાવવાના પૈસા હવે તમારી ટાલ પાડશે

22 April, 2022 11:19 AM IST | Mumbai
Anurag Kamble | anurag.kamble@mid-day.com

લૉકડાઉનને કારણે બંધ રહ્યાં હોવાથી તથા મોંઘવારીને કારણે પહેલી મેથી સૅલોં અને બ્યુટીપાર્લરમાં સ્કિલ્ડ વર્કરના ૫૦ ટકા અને અનસ્કિલ્ડ વર્કરના ૩૦ ટકા ચાર્જિસ વધશે

જુલાઈ ૨૦૧૯માં ખારના સૅલોં ઍન્ડ સ્પામાં હેર કટ કરાવી રહેલી મહિલા (તસવીર : પ્રદીપ ધિવાર)

જુલાઈ ૨૦૧૯માં ખારના સૅલોં ઍન્ડ સ્પામાં હેર કટ કરાવી રહેલી મહિલા (તસવીર : પ્રદીપ ધિવાર)


મહામારીમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સૅલોં અને બ્યુટીપાર્લર અસોસિએશને ૫૦ ટકા સુધી ભાવવધારો કરવાનો નિર્ણય લેતાં પહેલી મેથી તમારો સલૂન પાછળનો ખર્ચ મોંઘો થશે. સોમવારે યોજાયેલી યુનિયનની બેઠક અનુસાર સ્કિલ્ડ વર્કર્સ ધરાવતાં સૅલોં ભાવમાં ૫૦ ટકા સુધીનો, જ્યારે (સર્ટિફિકેશન વિનાનાં) અનસ્કિલ્ડ વર્કર્સ ધરાવતાં સૅલોં ભાવમાં ૩૦ ટકા વધારો કરશે.
કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે સંખ્યાબંધ ઉદ્યોગોને તાળાં લાગી ગયાં હતાં. સૅલોં અને બ્યુટીપાર્લર પણ એમાંથી બાકાત રહ્યાં નહોતાં.

સૅલોં, બ્યુટીપાર્લર વર્કર્સ યુનિયનના પ્રેસિડન્ટ પ્રકાશ ચવાણે જણાવ્યું હતું કે ‘અમારા માટે એ ઘણો કપરો સમય હતો. કામ શરૂ કરવા માટે અમે અમારા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સની માગણી કરી હતી, પણ તમામ ઉદ્યોગોની સાથે જ અમને કામ કરવાની છૂટ મળી હતી. જોકે મહામારીમાં ગ્રાહકો પણ મુશ્કેલીમાં હોવાથી અમે ભાવ નહોતા વધાર્યા.’



સંગઠનની વિમેન વર્કર્સ વિંગનાં પ્રમુખ પ્રિયંકા મોરેએ જણાવ્યું હતું કે ‘૨૦૨૧માં અનલૉક પછી ઘણી મહિલા બ્યુટીપાર્લરના માલિકોએ ભાવવધારો કરવા માટે અમારો સંપર્ક કર્યો હતો, પણ અમે તેમને કહ્યું હતું કે આ યોગ્ય સમય નથી. હવે જ્યારે ફુગાવો વધી રહ્યો છે અને સાધનસામગ્રી મોંઘાં થઈ રહ્યાં છે ત્યારે અમારે ભાવવધારો કરવા સિવાય છૂટકો નથી. આ ઉદ્યોગ શહેરની હજારો મહિલાઓને રોજગારી પૂરી પાડે છે અને ભાવવધારાથી તેમને થોડી રાહત મળશે.’


ભાવવધારો વપરાશમાં લેવાતી સામગ્રીને આધીન હોવા છતાં ઑફર કરવામાં આવતી પ્રીમિયમ સર્વિસ અને સ્થળને ધ્યાનમાં રાખીને માલિકોને ભાવ વધુ વધારવાની પરવાનગી અપાઈ છે.

ઇસ્ટર્ન સબર્બમાં ફોર-સીટર નામનું સૅલોં ધરાવતા સંતોષ મોહિતેએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં હું ૨૦ રૂપિયા વધારતો તો પણ ગ્રાહકોને ખૂંચતું હતું. આથી મેં એ જ ભાવ રાખ્યો હતો. હવે છેલ્લાં બે વર્ષમાં શૉપનું ભાડું ૨,૦૦૦ રૂપિયા જેટલું વધી ગયું હોવાથી ભાવ વધારવા સિવાય બીજો વિકલ્પ નથી. મારે મારા વર્કર્સને પણ વેતન ચૂકવવું પડે છે. ભાવવધારાને કારણે મને થોડી નાણાકીય રાહત મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2022 11:19 AM IST | Mumbai | Anurag Kamble

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK